સુરત,તા.૧૮
ધર્મ પરિવર્તન માટે ૫૦૦થી વધુ વ્યકિતઓએ સુરત કલેક્ટરને પાંચ વર્ષ પહેલાં અરજી કરીને બૌદ્ધ ધર્મ અંગિકાર કરવા માટેની મંજૂરી માગી હતી. આખરે પાંચ વર્ષ બાદ ૪૩૦ વ્યકિતઓને બૌદ્ધ ધર્મ અપનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે જે સુરતમાં આકાર પામનાર પ્રથમ ઘટના છે.
આજે શનિવાર તા. ૧૯મી જાન્યુઆરીના રોજ ગોડાદરા મંગળ પાંડે કોમ્યુનિટી હોલ ખાતે યોજાનારા બૌદ્ધ ધર્મ દિક્ષા અંગિકાર સમારોહમાં ચીફ કમિશનર ઈન્કમટેક્સ સુબચ્ચન રામ અને સુરત કલેક્ટર ડો. ધવલ પટેલની ઉપસ્થિતિમાં ૪૩૦ વ્યકિતઓ બૌદ્ધ ધર્મ અપનાવશે. સુરતમાં પ્રથમ વખત આ પ્રકારનો સમારોહ યોજાવા જઈ રહ્યો હોવાથી આ વિસ્તારના નાગરિકોમાં કુતુહલ અને ચર્ચા છે. બૌદ્ધ ધર્મ દીક્ષા અંગિકાર સમિતિના સુરતના કન્વીનર એડવોકેટ પરીક્ષિત રાઠોડએ જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તન કાયદાની લાંબી પ્રક્રિયા પૂર્ણ કરાયા બહાદ સુરત જિલ્લા કલેક્ટર તરફથી ધર્મ પરિવર્તનની મંજૂરી પ્રાપ્ત થઈ છે. જે અંગેના પ્રમાણપત્રના વિતરણ માટે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



