હોંગકોંગ,તા.૩
ક્રિકેટમાં મળતા અઢળક રૂપિયા અને શોહરત દરેક યુવાનને આકર્ષે છે. એવામાં જા કહેવામાં આવે કે એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમના માત્ર ૨૧ વર્ષીય ખેલાડીએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે, તો ભાગ્યે જ તમે વિશ્વાસ કરી શકશો. પરંતુ, તે સાચું છે. હોંગ કોંગના વિકેટકીપર બેટ્સમેન ક્રિસ કોર્ટર (ક્રિસ્ટોફર કોર્ટર)ને પાયલટ બનવાના પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું નક્કી કર્યું છે.
આ વિશે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી)એ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર જાણકારી આપી
૨૧ વર્ષીય કોર્ટરે ૧૧ વન-ડે અને ૧૦ ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચ રમી છે. કોર્ટર હવે એડિલેડ જશે જ્યાં તે બીજી શ્રેણી વર્ગના અધિકારી બનવા માટે ૫૫ સપ્તાહની તાલીમ લેશે. આ વિશે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી)એ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર જાણકારી આપી છે.
પોતાના સ્વપ્ન વિશે તેણે જણાવ્યું કે મેં ક્રિકેટ માટે પહેલા જ પોતાનો અભ્યાસ છોડ્યો હતો. મને લાગે છે કે હવે તે કરવાનો સમય આવી ગયો છે જે હું હંમેશાથી ઇચ્છતો હતો. મને પાયલટ બનવું છે.’ ઉલ્લેખનીય છે કે કોર્ટરે ૧૬ નવેમ્બર, ૨૦૧૭ના રોજ દુબઇમાં યુએઇ સામે વન-ડેમાં ડેબ્યુ કર્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



