સુરત
સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરીના જણાવ્યાનુસાર તા.૭/૯/૨૦૧૯ના રોજ ઓલપાડના કીમ પોલીસ સ્ટેશન વિસ્તારના આશીયાના નગર ખાતે રહેતી ૧૪ વર્ષીય જયોતિબેન ભગવાનભાઈ જાદવને લગ્નની લાલચ આપી લલચાવી પટાવી કાયદેસરના વાલીપણમાંથી અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાય છે. જે શરીરે મધ્યમ બાંધાની, રંગે ધઉવર્ણી, ઉચાઈ ૪.૬ ફુટ છે. લાલ રંગનું ટી-શર્ટ તથા કાળા રંગની લેગીસ પહેરી છે. જે કોઈને ભાળ મળે તો નજીકના પો.સ્ટે.નો સંપર્ક સાધવા જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


