Shine.com નામે બૅન્ક ખાતેદારના એકાઉન્ટમાંથી રૂપિયા ૫૯૮૦૦ ગાયબ કરી દેવાયા હતા.
પાંડેસરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાંડેસરા આર્વિભાવ સોસાયટીમાં રહેતા ફેશન ડિઝાઈનર સુમિત્રા સનાહલસિંગ નગાઈમ્બમને અજાણ્યા મોબાઈલ ફોન ધારકોએ ફોન કરી Shine.com નામે ફરિયાદીના બૅન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ૫૯૮૦૦ ટ્રાન્સફર કરી લઈ વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. પાંડેસરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. નેટબૅન્કિંગ વડે છેતરપિંડીના વધતા કિસ્સાઓ દરમિયાન વધુ એક છેતરપિંડીનીફરિયાદ નોîધાઈ છે. લોકોની બેદરકારીના કારણે ઠગ ટોળકી આબાદ રીતે લોકોના પૈસા પડાવી લેવામાં સફળ બનતી હોય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


