પોલીસે કતારગામમાંથી બનાવટી વન અધિકારીની ધરપકડ કરી

0
4

સુરત,તા.૧૯
કતારગામ પોલીસે બનાવટી વન અધિકારીની ધરપકડ કરી છે. પોલીસને ગત રોજ કંટ્રોલરૂમ પાસેથી બાતમી મળી હતી કે, કતારગામ જનતા નગર પાલા ખાતે ડુપ્લિકેટ પોલીસ પકડાઇ છે. દરમિયાન પોલીસે તપાસ કરતા આરોપી જેનીશ શાહે વિવાદમાં સમાધાન કરવા મૃત પિતરાઈ ભાઇનો ફોરેસ્ટ ઓફિસરનો ગણવેશ પહેર્યો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે, તપાસ કરતા ખાખી કપડામાં એક પોલીસ અધિકારી લાલ જુતા અને પોલીસનો પટ્ટો પહેરેલો હતો. અંગ્રેજીમાં જી.એફ. બેજ અને અંગ્રેજીમાં બે સ્ટાર પણ લગાવેલા હતા. આ સિવાય અંગ્રેજીમાં દીપેશ શાહ ફોરેસ્ટ અધિકારી નામની એક પ્લેટ લગાવાઈ હતી. જેનીશ શાહની ધરપકડ બાદ કડકાઈથી પુછતા તેણે જણાવ્યું હતું કે પાડોશમાં દૂધનો વેપાર કરનાર વ્યક્તિ સાથે તેનો ઝઘડો થયો હતો અને તેની સાથે સમાધાન માટે યુનિફોર્મ પહેરેલ છે. આ વર્ષે તેનો એક કાકાનો દીકરો દિપેશ શાહ છે જેનું એક વર્ષ પહેલા અવસાન થયું હતું. જેણે ફોરેસ્ટર તરીકે સેવા આપી હતી. આરોપી પાસેથી આઈડી કાર્ડ અને મોબાઇલ મળી આવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY