ભારતીય બૌદ્ધ સમાજ દ્વારા કોસાડ ખાતે બંધારણ દિવસની ઉજવણી

0
4

ડોં. બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
સુરત
ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ દ્વારા ભારતના નાગરિકો માટે સૌથી મહત્ત્વનો અને ગૌરવપૂર્ણ દિવસ એવા ૭૦માં ભારતના રાષ્ટ્રીય સંવિધાન (બંધારણ) ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી.
બંધારણ ઘડવાના ડ્રાફ્ટીંગ કમિટીના અધ્યક્ષ તરીકે ડોં. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ભારત દેશના વિવિધ રાજ્યો, વિવિધ ધર્ણો, સંપ્રદાયો, ભાષાઓ, જાતિઓ અને જ્ઞાતિઓને એક તાંતણે બાંધવા દેશની એકતા અને અખંડીતતા મજબુત કરવા સમતા, પ્રેમ, બંધુતા અને ભાઈચારાની ભાવના પ્રબળ કરવા તમામ વર્ગોને સમાન અધિકારો આપવા અને દબાયેલા, કચડાયેલા વંચિતોને પગભર કરવા ડોં. બાબા સાહેબે રાતદિવસ ૨ વર્ષ ૧૧ માસ અને ૧૮ દિવસ કઠોર પરિશ્રમ કરીને તા.૨૬-૧૧-૧૯૪૯ના રોજ બંધારણ સમિતિને ભારતીય સંવિધાન સુપ્રત કરવામાં આવ્યું હતું, જે ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ અમલમાં આવ્યું.
ભારતના નાગરિકોને સમાજમાં પોતાનું સ્થાન પોતાની જાતે નક્કી કરવા માટે જે અધિકારો મળ્યા તે અધિકાર એટલે બંધારણ તા.૨૬-૧૧-૧૯૪૯ના રોજ સ્વીકૃતિ માટે મુકાયું અને તા.૨૬-૧-૧૯૫૦ના રોજ ભારતના બંધારણને અમલમાં મુકવામાં આવ્યું. અત્યારથી આપણે સૌ દેશવાસીઓને લોકશાહીના અધિકારો મળતા થયા. બંધારણ દિવસની ઉજવણી લોકોને તેમના અધિકારો અને કર્તવ્યોથી જાગૃતિ લાવવા પ્રયત્નો કરવા જાઈએ.
આ રાષ્ટ્રીય મહાપર્વની ઉજવણી પ્રસંગે ભારતીય સંવિધાન પુજન, બંધારણના ઘડવૈયા, ડડોં. બાબા સાહેબ આંબેડકરજીને પુષ્પાંજલી કરી, સંવિધાન ગૌરવ કાર્યક્રમ યોજાયું હતું. જેમાં ઉત્રાણ ગામ માજી સરપંચ અભેસિંહ બારડ, ઉત્રાણ માજી સરપંચ તથા બૌદ્ધ સમાજ અગ્રણી ગુજરાત લઘુમતી બોર્ડના ભૂતપૂર્વ મેમ્બર, કાશીનાથ સીરસાઠ, આર.કે. સોનવણે, ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદના પ્રમુખ દિલીપ સીરસાઠ, ઉપપ્રમુખ રતન નિકમ, ઉદ્ધવ બાગલે, શશીકાંત કાપૂરે, ગોવિંદ કુંવર, પ્રફુલ જગદેવ, ધનસુખ પવાર, ગૌતમ જાધવ, વિજય મોરે, સુરેશ આખાડે તથા સમતા મહિલા મંડળના પદાધિકારીઓ તેમજ બૌદ્ધ સમાજની મહિલા, યુવાઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. એવું ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ ઉત્રાણ-અમરોલી, કોસાડ વરીયાવ વિભાગ પ્રમુખ દિલીપ કે. સીરસાઠે અખબારી યાદીમાં જણાવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY