કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોને ધાબળાનું વિતરણ
સુરત
તા.૨૬ નવેમ્બરને પૂરા દેશમાં કાયદા દિવસ તરીકે ઉજવાય છે. ૨૬ નવેમ્બરના દિવસે ભારતી બંધારણનું ઘડતર થયેલુ જેથી ૨૬ નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે ઉજવાય છે. ભારતીય બંધારણ વિશ્વના દરેક દેશો કરતાં સૌથી મોટુ અને લેખિત સ્વરૂપમાં છે. જે ૧૯૫૦ના ૨૬ જાન્યુઆરીના રોજ લાગુ કરવામાં આવેલું. આ દિવસે દરેક વ્યક્તિ, વર્ગ, ન્યાયતંત્ર, વકીલ પોત પોતાની રીતે ઉજવણી કરે છે.
ધી સુરત ડિસ્ટ્રીક્ટ લેડી જિજ્ઞેષ જોષી, મધુ કશ્યપ, કલ્પના પાઠક, રિલેષભાઈ સહિતના વકીલોએ સુરત ખાતે ધોડદોડ રોડ ઉપર આવેલ ઓબ્ઝર્વેશન હોમ ખાતે તા.૨૫-૧૧-૨૦૧૯ના રોજ બપોરે ૩ કલાકે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોને કાયદાકીય માર્ગદર્શન પુરૂ પાડેલુ અને સમાજમાં પુનઃ સ્થાપિત થાય, તે માટે સકારાત્મક ચર્ચા બાળકો સાથે કરેલી. આ પ્રસંગે મા.જજ વી.એસ. ઠાકોર (જૂવેનાઈલ કોર્ટના હસ્તક) કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોને ધાબળા અને ટુવાલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


