નવસારી હાઈવે પર લકઝરી બસ અને ડમ્પર અથડાયતા : એકનું મોત

0
340

લકઝરી બસમાં સવાર એક મુસાફર ધવાયો
સુરત
નેશનલ હાઇવે નં. ૪૮ ઉપર નવસારીના ખારેલ નજીક બોરીયાચ ટોલનાકા નજીક અકસ્માત સર્જાયો હતો. લકઝરી બસ અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં બસમાં સવાર એક શખ્સનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઇજા પહોંચી હતી. અન્ય ૭ જેટલા મુસાફરો ઘટના બાદ બસમાંથી અન્ય વાહનોનો આશરો લઇ નીકળી ગયા હતા.
અમદાવાદથી મુંબઇ તરફ જતી લકઝરી બસ (નં. જીજે-૦૧-સીવાય-૭૦૦૮) આજે સવારે ૫.૩૦ કલાકે ખારેલ નજીક બોરીયાચ ટોલનાકા ઉપરથી પસાર થતી હતી. એ સમયે આગળ ચાલતા ડમ્પર (નં. જીજે-૦૫-બીયુ-૫૮૬૧)માં લકઝરી બસ જારદાર ધડાકા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે લોકો દોડી આવ્યા હતા. આ બસમાં અકસ્માત સમયે ૮થી ૧૦ મુસાફરો મુસાફરી કરતા હતા. આ ઘટનાને પગલે લકઝરી બસનો ડાબી બાજુના ભાગનો ખુરદો બોલી ગયો હતો. અકસ્માતમાં એક મુસાફર આશુતોષસિંહ અનિલસિંહ (યુપી)નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે આગળ બેઠેલા બસના ક્લીનર ફૈઝાન શેખને ઇજા પહોંચી હતી. તેમને સિવિલમાં ખસેડાયો હતો. આ અકસ્માતને પગલે અડધો કલાકથી વધુ સમય ટ્રાફિક અવરોધાયો હતો. જેને પગલે હાઇવે ઉપર વાહનોની કતાર લાગી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY