સુરત, તા. ૨૪
રૂ. ૨૮.૩૧ કરોડ ધંધા માટે લીધા બાદ રૂપિયા પરત આપવાને બદલે ખોટા કેસોમાં ફસાવી દેવા સહિતની ધાક-ધમકી આપનારા સાત જણાં વિરુદ્ધ સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોîધાઈ હતી.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એ.કે. રોડ વિષ્ણુ નગર સોસાયટીમાં રહેતા તરંગ દેવશીભાઈ કથીરિયાએ આરોપી અલ્પેશ સવજી શિરોયા (ગ્રીન રેસિડેન્સી, અડાજણ) સુભાષ મનુ શિરોયા (રવિરાજ ફ્લેટ્સ અડાજણ) વિશાલ રમેશ શિરોયા (મધુર ટેક્ષટાઈર્લ્સ), મોહિત સુભાષ શિરોયા, ભાવેશ બાબુ ગોન્ડલિયા (એપલ ઈમ્પેક્ષ), એસ.આર. એન્ટરપ્રાઈઝ, પરમાનંદ વિનુભાઈ આસો દરિયા (મધુરમ ટેક્ષટાઈલ) વિરુદ્ધ સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોîધાવી હતી. આરોપીઅોએ ધંધાની જરૂરિયાત માટે ફરિયાદ પાસેથી રૂ. ૨૮,૩૧,૪૭૦૦૦ લીધા હતા. આ અંગે પ્રોમેસરી નોટ પણ લખી આપી હતી. ત્યારબાદ ફરિયાદી રૂપિયાની માગણી કરતા આરોપીઅોએ ધાક-ધમકી આપી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. સરથાણા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





