સલાબતપુરાના ગુલામ રસુલને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
સુરત
ગત મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહિધરપુરા ખરાદી શેરીના નાકેથી માદક પદાર્થ ચરસના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. ૬૦૧ ગ્રામ ચરસ કિંમત ૬૦,૧૦૦ના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીની એનડીપીસીએસ એક્ટ મુજબ ધરપકડ કરવામાં આવી છે.
મહિધરપુરા પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચને ગુપ્ત બાતમી મળી હતી કે મહિધરપુરા ખરાદી શેરીના નામે માદક પદાર્થ સાથે એક વ્યક્તિ ફરી રહ્ના છે. પોલીસે ગુલામરસુલ ઉર્ફે બાબાદાના અબ્દુલ રહેમાન શેખ ઉ.વ.૩૭ રહે. ૪/૧૫૧૬ વાણીયાશેરી, મુંબઈવડની બાજુમાં સલાબતપુરાને વગર પાસ પરમીટે માદક પદાર્થ ચરસ સાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે ગુલામરસુલ પાસેથી ૬૦૧ ગ્રામ ચરસ કિંમત ૬૦,૧૦૦નો મુદ્દામાલ કબજે કરી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. ચરસનો આ જથ્થો વડોદરાનો મુકુન બાપુ પાસેથી વેચાણ કરવાના ઈરાદે ખરીદી કર્યો હતો. પોલીસે ગુલામ રસુલની એનડીપીએસ એક્ટના ગુનામાં ધરપકડ કરી છે. જ્યારે મુકુન બાપુને વોન્ટેડ જાહેર કર્યો છે. આ બનાવ અંગે મહિધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


