સુરત,તા.૨
સુરતમાં વધુ એક બાળકી સાથે દુષ્કર્મની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. સુરતના માન દરવાજા વિસ્તારમાં ૧૦ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ હિંચકારૂ કૃત્ય કોઇ બીજાએ નહી પરંતુ માતાના પ્રેમી દ્વારા જ કરવામાં આવ્યું છે. નરાધમે બાળકીને પિંખી નાંખી હતી. હાલમાં આ બાળકીને સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઇ જવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના માન દરવાજા વિસ્તારમાં એક વિધવા મહિલા પ્રેમી જોડે રહેતી હતી અને સાથે તેની ૧૦ વર્ષની દીકરી પણ તેમની સાથે રહેતી હતી. આ દરમિયાન પ્રેમી દ્વારા તકનો લાભ લઇ ૧૦ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું . હાલમાં સ્મીમેર હોસ્પિટલમાં બાળકીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. સલાબતપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ મામલે જો બાળકીનો ૧૫ વર્ષીય ભાઈ આવ્યો ન હોત તો આ મામલો સામે આવ્યો ન હોત. આ હિંચકારી ઘટનાની જાણ પુત્રેએ માતાને કરી હતી અને ત્યારે વિધવા માતા દ્વારા નરાધમ સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



