નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદીનો કાર્યક્રમ
સુરત
રાજ રાજેશ્વરી પ્રગટ શક્તિ શ્રી જ્વાલા માતાજી હિમાચલ પ્રદેશમાં કાંગડા સ્થિત જ્યોત સ્વરૂપે બિરાજમાન છે અને ૫૧ શક્તિ પીઠોમા સ્થાન ધરાવે છે. તેમજ સમસ્ત મૈસુરીયા ભાટીયા સમાજના કુળદેવી છે.
એમનું મંદિર સુરતમાં ચંદ્રકલા ડાઈંગ મિલની સામે, જૂની સબજેલની બાજુમાં, રિંગરોડ ખટોદરા સુરત સ્થિત આવેલ છે. સુરત મૈસુરીયા ભાટીયા સમાજના પ્રમુખ અલ્પેશભાઈ મૈસુરીયાએ જાણકારી આપી કે, સંવત ૨૦૭૬ના માગસર સુદ એકાદશીને તા.૦૭-૧૨-૨૦૧૯ને શનિવારે શ્રી જ્વાલા માતાજીના મંદિરનો છઠ્ઠો સાલગીરી મહોત્સવ ઉજવાશે. તે દિવસે સવારે ૮.૦૦ કલાકે નવચંડી યજ્ઞ શરૂ થશે અને સાંજે ૬.૦૦ કલાકે પૂર્ણાહુતિ થશે. તેમજ સાંજે ૬.૩૦ કલાકે મહા આરતી થશે અને ૭.૦૦ કલાકે મહાપ્રસાદી ચાલુ થશે. તેમજ માતાજીના પ્રાંગણમાં ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સુરત મૈસુરીયા ભાટીયા સમાજ ટ્રસ્ટી મંડળ યુવા કમિટિ અને મહિલા મંડળ દ્વારા માતાજીના સર્વ ભાવિક ભક્તોને દર્શન, પ્રસાદી અને ડાયરાનો લાભ લેવા ભાવભયુ* આમંત્રણ પાઠવીએ છીએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



