સુરત નારી સંરક્ષણ ગૃહમાં એડવોકેટ ડેની ઉજવણી કરાઈ

0
5

સુરત
સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા ધી સુરત ડિસ્ટ્રીક્ટ લેડી એડવોકેટ્સ એક્ટીવ કમિટિના સંયુક્ત ઉપક્રમે એડવોકેટ દિવસની ઉજવણી અંતર્ગત કાયદાના સંઘર્ષમાં આવેલા બહેનોને કાયદાકીય માહિતી પૂરી પાડી હતી અને બહેનોને મૂંઝવતા પ્રશ્નો અંગે જરૂરી કાયદાકીય માર્ગદર્શન પુરૂ પાડેલી. એડવોકેટ પ્રીતિ જિજ્ઞેષ જાષી તથા નીતા પટેલે નારી ગૃહની કાયદાના સંઘર્ષમાં આવેલી બહેનો સમાજમાં પુનઃ સ્થાપિત થાય, કાયદાના સંઘર્ષમાંથી મુક્તિ મળે તે માટે વિના મૂલ્યે કાનૂની સહાય પૂરી પાડવાની નેમ લીધી. અંતે ઉપસ્થિત તમામ બહેનોને બિસ્કીટનું વિતરણ કરેલુ. નારીગૃહનાં સુપ્રી પારૂલબેન અને પ્રોટેક્ïશન અધિકારી સવિતાબેને સહયોગ આપી સુંદર પ્રોગ્રામનું આયોજન કરેલું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY