રોકડા રૂ.૨.૪૪ લાખ સહિત રૂ.૨.૫૪ લાખની મતાની ચોરી
સુરત
ઈચ્છાપોર ગામ આરજેડી પ્લોટમાં આવેલી એક કંપનીની ઓફિસમાં ઓફિસની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશી રોકડા તથા સોનાની વીંટી મળી કુલ રૂ.૨.૫૪ લાખની મતાની ચોરી કરી અજાણ્યા પાંચ ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ ઈચ્છાપોર પોલીસ મથકમાં નોધાયો હતો. પોલીસે ઘરફોડ ચોરીનો બનાવ નોધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના ચડીયા તાલુકાના વતની અને હાલમાં વિશાલ નગર અડાજણ ખાતે મિતુલ જયેશ શાહ રહે છે. તેમની એક અરિહંત પ્રિકાસ્ટ પ્રોડક્ટ કંપની ઈચ્છાપોર આરજેડી પ્લોટમાં આવેલી છે. ગતરોજ રાત્રિના સુમારે અજાણ્યા પાંચ તસ્કરો કે જેઓએ મોઢે કપડુ, લંગોટ અને બનિયાન પહેરી આવી બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશી રોકડા રૂ.૨.૪૪ લાખ તથા ૧૫ હજારની આઠ ગ્રામની સોનાની વીંટી મળી કુલ રૂ.૨.૫૯ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


