મશીનનું પ્રેસર વધી જતાં પતરું છટકી કામદારને પેટના ભાગે વાગતા મોત

0
19

સુરત,તા.૫
વલસાડના ગાડરિયા ખાતે આવેલી કંપનીમાં આર્ટિફિચયલ મોતી બનાવવાના મશીનનું પ્રેસર વધી જતાં પતરું છટકી કામદારને પેટના ભાગે વાગતા કામદારનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા વલસાડ રૂલર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
વલસાડના ગાડરિયા ખાતે કૃપા ચેતન્સ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ આવેલી છે. આજે યુનિટ નંબર ચારમાં અચાનક મશીનનું પ્રેસર વધી જતાં પતરું છટકી કામદારને પેટના ભાગે વાગતા કામદારનું મોત નીપજ્યું હતું. આર્ટિફિચયલ મોતી બનાવવાનું સેન્ટિફ્યુઝ મશીનનું પતરું ફાટતા પેટ ચિરાઈ જતા કામદારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતા વલસાડ રૂલર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY