રાજપીપળા,તા.૫
સિસોદ્રા ગામ પાસે નર્મદા નદીના પટ્ટમાં રેતીની લીઝની પરવાનગી આપવા બાબતે ગ્રામજનો રોષે ભરાયા છે અને ખાણ ખનીજ વિભાગ અને વહીવટીતંત્ર દ્રારા લીઝમાંથી રેતી કાઢવાની તૈયારીઓ કરતા ગ્રામજનો નર્મદા નદી તરફના રસ્તો રોકીને આંદોલન શરૂ કરી દીધુ છે. લોકોના રોષને પગલે એક ડીવાયએસપી સહિત ૧૧૦ પોલીસ જવાનોને ખડકી દેવામાં આવ્યા છે. જોકે ગ્રામજનો પોતાની માંગને લઇને અડગ છે.
વારંવાર રજૂઆતો કરવા છતાં રેતી માફિયાઓ આધિકારીઓને ઘોળીને પી ગયા હોય કાયદાની એસી તેસી કરીને પોતાની મનમાની કરે છે, આવા આક્ષેપ સાથે સવારથી જ સિસોદરા ગામના આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ભેગા થયા છે. અને સિસોદ્રાના ગ્રામજનો આઉટપોસ્ટની બહાર એકઠા થઇને ધરણા પર બેસી ગયા છે.
નાંદોદ તાલુકાનું સિસોદ્રા ગામ નર્મદા નદીના કિનારે આવેલુ છે અને ચોમાસા દરમિયાન નદીના પાણી ગામમાં ઘૂસી આવે છે. જો આ નાના પટ્ટમાંથી રેતી કાઢવામાં આવે તો નદીનું વહેણ બદલાઈ જાય અને લોકોના ઘરોમાં, ખેતરોમાં પાણી આવે ખેતરો ધોવાઇ જાય તેમ છે, જેથી ગામમાં કોઇ લીઝ આપવી નહીં તેવુ નક્કી થયું હતું. વર્ષ ૨૦૧૭માં ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ કરીને ગામમાં રેતીની લીઝ નહીં આપવા ઠરાવ કરાયેલો છે. જેથી રેતીના ખોદકામ બાદ પૂરના પાણી ગામમાં ઘૂસી ન આવે. આગાઉ અનેક વાર લીઝ રદ્દ કરવા બાબતે ગ્રામજનોએ રજૂઆત કરી હતી.રૂૃ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


