ટીવી, ફ્રીજ અને કરિયાણાનો સામાન સળગી ગયો
સુરત
આજે સવારે સાડા છ વાગ્યાના સુમારે વેડરોડ પંડોળ પોલીસ ચોકી સામે રહેમતનગરમાં કરિયાણાની દુકાનમાં અચાનક આગ લાગતા આજુબાજુના રહેવાસીઓમાં નાસભાગ મચી ગઈ હતી. બનાવની જાણ થતા જ ફાયરની ટીમ તાત્કાલિત ઘટના સ્થળે પહોચી ગઈ હતી.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે સાડા છ વાગ્યાના સુમારે વેડરોડ પંડોળ ઈન્ડસ્ટ્રીઝ સોસાયટી પોલીસ ચોકી નજીક આવેલ રહેમતનગર પ્લોટ નં.૬૬માં આવેલ કરિયાણાની દુકાનમાં આગ લાગી હતી. બનાવની જાણ થતા જ ફાયરની ટીમ તાત્કાલિત ઘટના સ્થળે પહોîચી ગઈ હતી. સવારના સમયે દુકાન બંધ હોવાથી કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. ફાયરની ટીમે દુકાનમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. આગથી ટી.વી., ફ્રીઝ અને કરિયાણાના સામાનને નુકસાન થયું છે. પાણીનો મારો ચલાવવામાં આવતા દુકાનમાં રાખેલ અન્ય માલ સામાનને પણ નુકસાન થયું છે. સદ્નસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થતા ફાયર સ્ટાફે રાહત અનુભવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


