વડાપ્રધાને રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું(એનપીએમ)ઉદ્ધાટન કર્યું પીએમ મોદી થયા ભાવુક કહ્યું શહીદોની શહિદીને સલામ

0
26

ન્યુ દિલ્હી,તા.૨૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોલીસ સ્મારક દિવસ (Police Commemoration Day)ના પ્રસંગે આજે એટલે રવિવારે સ્વતંત્રતા પછી પોલીસ જવાનોના બલિદાનના સન્માનમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું (એનપીએમ) ઉદ્ધાટન કર્યું હતુ. પીએમ મોદીએ પોલીસ સ્મારક દિવસ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને પરેડમાં સામેલ થયા.
પીએમ મોદી પોલીસ જવાનોના કામ, શહીદી અને તેમના ત્યાગને યાદ કરતા ભાવુક થઇ ગયા હતા. પીએમ મોદીએ કહ્યું કે ઘણાં લોકોને તો ખબર પણ નથી કે જ્યારે કોઇ બિલ્ડીંગ પડે છે, બોટ ડુબે છે, આગ લાગે છે, રેલવેની દુર્ઘટના થાય છે ત્યારે રાહતનું કામ સંભાળતા તે લોકો કોણ હોય છે. તેમણે તે પણ કહ્યું કે દેશના દરેક રાજ્યમાં , દરેક પોલીસ સ્ટેશનમાં, રાષ્ટ્રની દરેક સંપદાની સુરક્ષામાં જાડાયેલા સાથીઓને, રાહત કામમાં જાડાયેલા સાથીઓને તમને બધાને પણ હું શુભેચ્છાઓ આપુ છું.
પીએમ મોદીએ કહ્યું કે આજનો આ દિવસ દેશમાં આફત પ્રબંધનમાં જાડાયેલ, કોઇ પ્રાકૃતિક સંકટના સમયે કે દુર્ઘટના સમયે, રાહતના કામમાં લાગેલા તે જવાનોને જેમની ચર્ચા વધારે નથી થતી તે બધાને પણ યાદ કરવાનો આજનો દિવસ છે.
પીએમ મોદીએ પોલીસ જવાનોને સંબોધિત કરતા કહ્યું કે આપનુ જે કર્તવ્ય છે તેને જાઇને ખુશી મળે છે. તમે દેશમાં અનૈતિકતા અને અશાંતિ ફેલાવવાના ષડયંત્રને નાકામ કરવાનું કામ કરો છો. લોકો શાંતિથી સુવે છે તે પણ તમારા કારણે જ શક્્ય છે.
પીએમ મોદીએ કહ્યું કે નોર્થ ઇસ્ટમાં ઉભેલા આપણા સાથીઓ હાલ ડ્યૂટી પર તહેનાત છે. તેમને હું કહીશ કે આપ શ્રેષ્ઠ કામ કરી રહ્યાં છો અને શાંતિ સ્થાપવાની દિશામાં આગળ વધી રહ્યાં છો. પીએમે પોતાના સંબોધનમાં કહ્યું કે, જે વીરોએ પોતાનું કાર્ય કરતા પોતાનું બધુ જ દેશ માટે ન્યોચ્છાવર કરી દીધુ તે વીરોને પણ આપણે આજે યાદ કરવાનો દિવસ છે. પીએમ મોદીએ કહ્યું કે દેશની સુરક્ષામાં સમર્પિત પ્રત્યેક વ્યક્તિને અહીંયા ઉપસ્થિત શહીદોના પરિવારોને હું પોલીસ સ્મૃતિ દિવસ પર નમન કરૂં છું. આજનો આ દિવસ તમારા સેવાની સાથે સાથે તમારા શૌર્ય અને બલિદાનને યાદ કરવા માટે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY