પિયર ગયેલી પત્નીએ કરેલી વાતથી નારાજ પતિએ ફાંસો ખાધો
સુરત
પલસાણામાં ગંગાધરા ખાતે રહેતા યુવકે ગતરોજ પોતાની પત્નીની વાતથી માઠુ લાગી આવતા યુવકે ઘરમાં વાયર સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ બનાવ અંગે પલસાણા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના વતની અને ગંગાધરા ખાતે આર્ય રેસીડેન્સી ૨૩૪માં રહેતા રઘુનાથ નારાયણ પાટીલ ઉ.વ.૩૫ રહે છે. ગઈકાલે જેલમાંથી છુટીને આવ્યો હતો અને પત્ïની ઉર્મિલા પાટીલને ઘરે રહેવા માટે બોલાવેલ હતી. ત્યારે ઉર્મિલાએ જણાવેલ હતું કે હું મારા મમ્મી પપ્પાને લઈને આવીશ તેમ કહેતા આ વાતથી માઠુ લાગી આવતા રઘુનાથ પાટીલે પોતાના ઘરમાં પીળા કલરના સર્વિસ વાયરની સાથે ગળામાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેથી તેમના પરિવારમાં ઘેરા શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. બનાવ અંગે પત્ની ઉર્મિલાએ ફરિયાદ આપતા પલસાણા પોલીસે આત્મહત્યાનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


