૧ ડિસેમ્બરના રોજ દર વર્ષે વિશ્વ એઇડ્સ દિવસ માનવામાં આવે છે. ત્યારે લોદ્રષ્ટિ ટ્રસ્ટ, ચક્ષુબેંક, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા બ્રાંચ, સક્ષમ-સુરત તથા લોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ સુરત દ્વારા શહેરના છેવાડાના વિસ્તારમાં વસવાટ કરતા લોકોને આરોગ્યની સુધા પૂરી પાડવા માટે વિશ્વ એઇટ્સ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં આરોગ્ય કેમ્પ,ચક્ષુ નિદાન કેમ્પ દ્વારા સુરત શહેરના કોસાડ આવાસમાં ૪૫, ગૌતમ નગર વિસ્તારમાં ૩૬,ઉત્કલ નગર વિસ્તારમાં ૩૯, મિલિન્દ નગર વિસ્તારમાં ૪૮, ધરતી નગર વિસ્તારમાં ૪૪, જગત નગર વિસ્તારમાં ૪૨ તથા અશોક નગર વિસ્તારમાં ૩૯ જેટલા લોકોને ફ્રીમાં આરોગ્ય તપાસ ફ્રીમાં દવા વિતરણ તથા ફ્રીમાં ચક્ષુ નિદાન કરવામાં આવેલ તેમજ જરૂરિયાત મંદ લોકોને ફ્રિમાં ચશ્માનું વિતરણ કરવામાં આવેલ. આમ એઇડ્યું જાગુતિ સપ્તાહ દરમ્યાન ડો.પ્રફુલભાઈ શિરોયા દ્વારા સપ્તાહ દરમ્યાન અલગ-અલગ વિસ્તારમાં ૨૯૩ દર્દીઓની તપાસ કરી હતી અને જરૂરીયાત મંદ લોકોને ફ્રી માં દવા આપવામાં આવી હતી તેમજ તેમજ ૨૬૫ જેટલા લોકોની આંખની તપાસ પણ કરવામાં આવી હતી.
ડો. પ્રફુલ શિરોયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બધા માટે સ્વાથ્ય પ્રાપ્ત કરવા માટે માનવજાત માટે ઉપલબ્ધ આરોગ્ય સંભાળની સિસ્ટમ્સનો ઉપયોગ કરવો આવશ્યક છે તથા રોજગારી માટે પોતાનું વતન છોડીના કમાવવા માટે આવેલા પુરુષોને HIV તથા TB જેવી ગંભીરી થી સાવધાની રાખવાના ઉપાયોનું માર્ગદર્શન આપવામાં આવેલ.
આ પખવાડિયા ઉજવણી લોકદ્રષ્ટિ ટ્રસ્ટના પ્રોગ્રામ મેનેજર હિરેન ગજેરા ના સંચાલન હેઠળ કરવામાં આવેલ જેને સફળ કરવામાં દિનેશભાઈ પટેલ , હર્ષદ પ્રજાપતિ, કિશોર પટેલ, રાજેશ મેર, રાજકિશોર બહેરા, જતિન્દ્રનાથ ફેંકા,અશોક બાડતીયા એમ તમામ સ્ટાફે ફાળો આપ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



