બ્રેકીંગ…ગરુડેશ્વર ના જેતપુર વઘરાલી પ્રાથમિક શિક્ષકો ને સેગવા પાસે નડ્યો અકસ્માત : બે ના મોત બે ઘાયલ

0
313

જેતપુરના પ્રા.શા.ના આચાર્ય ભરત પટેલ અને શિક્ષિકા કેતકી વસાવાનું મોત નાની બાળકી સહીત મહિલા શિક્ષિકા ઘાયલ

રાજપીપળા : નર્મદા જિલ્લના ગરુડેશ્વર તાલુકાના જેતપુર અને વઘરાલી પ્રાથમિક શાળા માંથી શૈક્ષણિક પ્રવાસ જતા શિક્ષકો ને સેગવા પાસે અકસ્માત નડ્યો શિક્ષકની વેગન આર. કાર ઝાડ સાથે અથડાતા ચાલાક મુખ્ય શિક્ષક સાથે એક મહિલા શિક્ષિકા નું મોત બીજી શિક્ષિકા અને એક બાળકી ગંભીર તમામ ને ઈજાગ્રસ્ત ને વડોદરા સારવાર હેઠળ ખાસડાયા.

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના જેતપુર અને વઘરાલી ગામની પ્રાથમિક શાળા નો શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોઇચા સ્વામિનારાયણ મંદિર જોયા બાદ બાળકોને લઈને શિક્ષકો ડભોઇ વઢવાણા પક્ષીઓ બતાવવા લઇ જતા હતા. જેમાં જેતપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ભરતભાઈ કોદરભાઈ પટેલે પોતાની વેગન આર ગાડી લઇ લીધી હતી અને બાળકો ટેમ્પા માં સવાર હતા. વેગન આર.ગાડીમાં ભરતભાઈ પટેલ સાથે સહ શિક્ષિકા કેતકીબેન સંજયભાઈ વસાવા, તેમની પુત્રી વિભુબેન સંજયભાઈ વસાવા, અને ઇલાબેન રાવલ પોઇચા થી વઢવાણા જતા હતા. જેમાં સેગવા જતા કરાળા ગામ પાસે વેગન આર.કાર ધડાકા સાથે ઝાડ સાથે અથડાઈ અને નીચે ઉતરી ગઈ જેમાં ભરતભાઈ પટેલ નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જયારે બંને શિક્ષિકા અને બાળકી ગંભીર ઈજાઓ પહોંચતા ડભોઇ અને વડોદરા સારવાર માટે લઇ જવામાં આવ્યા જેમાં કેતકીબેન વસાવા નું પણ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

આ ઘટના ને લઈને નર્મદા જિલ્લા શિક્ષક સંઘ પ્રમુખ સુરેશ ભગત, પૂર્વ પ્રમુખ હરેન્દ્રસિંહ રાવલજી સહીત હાલના હોદેદારો થતા કેવડિયા ના શિક્ષકો દોડી ગયા હતા. 

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY