ઇલેકટ્રોનિક બસના કારણે મુસાફરોની સંખ્યા વધશે
સુરત, તા.૧૨
સુરત મહાનગરપાલિકા દ્વારા બસ સેવા માટે શહેરી વિસ્તારના ૯૩% જેટલો વિસ્તાર આવરી લેવામાં આવશે. સુરતને હરિયાળુ બનાવવા તથા પ્રદુષણની માત્રામાં ધટાડો કરવા માટે વર્ષ ૨૦૨૧ સુધીમાં શહેરના ૨૦% લોકો ઇલેક્ટ્રિક બસ જાહેર પરિવહન સેવાનો લાભ લેતા થશે. ઈલેક્ટ્રિક બસો દોડાવાથી વધારાના એક લાખથી વધુ મુસાફરોની સંખ્યામાં વધારો થશે. જાહેર પરીવહનથી સુરત શહેરના નાગરિકોને લાસ્ટ માઈલ કનેકટીવીટી પૂરી પાડવાના ધ્યેય સાથે સુરત શહેરમાં ચાલતા જાહેર પરિવહન અંતર્ગત કુલ વાહનોમાં ૩૦% ઇલેક્ટ્રિક વાહનો દ્વારા શહેરમાં પરિવહનની સેવા આપવામાં આવશે.
ઈલેક્ટ્રિક બસને તબક્કાવાર શહેરની પરિવહન સીસ્ટમમાં ઉમેરો કરી શહેરનું પ્રદુષણ તેમજ સોલાર ચાર્જગ સ્ટેશનના આયોજન શક્ય બનાવી ગ્રીન મોબીલીટી તરફ શહેરને અગ્રેસર કરવામાં આવશે. Last Mile Connectivity અને ઈ- સાઈકલ તેમજ ઈ- બાઈક માટે આવનાર વર્ષમાં આયોજન કરવામાં આવનાર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


