પદયાત્રીઓ ટ્રાફિકની વિરૂદ્ધ એટલે કે જમણી બાજુ ચાલવા અનુરોધ
સુરત
ભારતમાં ભરમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં આશરે ૧.૫૦ લાખ લોકોના મૃત્યૃ થાય છે. જેમાં ધણા અકસ્માતોમાં નિદોર્ષ પદયાત્રીઓના મૃત્યૃ થાય છે. આંતર રાષ્ટ્રીય ધારા ધોરણો મુજબ પદયાત્રીઓએ વાહન ચાલનની વિરૂધ્ધ દિશામાં ચાલવું ઈચ્છનીય છે. દેશમાં ડાબી બાજુએ વાહન હંકારવાનો નિયમ હોવાથી પદયાત્રીઓ વાહનની વિરૂધ્ધ દિશામાં એટલે કે રોડની જમણી બાજુ ચાલવું જોઈએ. જેથી પદયાત્રી વાહનને જોઈ શકે અને વાહનચાલક પદયાત્રીઓને જોઈ શકે .
ગુજરાત રાજયમાં દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ પગપાળા ધાર્મિક સ્થળોએ જતા હોય છે. જેથી પદયાત્રીઓની સલામતી જળવાઈ રહે તેવા હેતુથી એકલા કે સામૂહિક રીતે ચાલતા પગપાળા સંઘોમાં પદયાત્રીઓ ટ્રાફિકની વિરૂધ્ધ એટલે કે, જમણી બાજુ ચાલવાની પ્રથા રાખે તે અત્યંત જરૂરી અને ઈચ્છનીય છે.
આ સંદર્ભે ગુજરાત રોડ સેફટી ઓથોરીટી ગાંધીનગરના રોડ સેફટી કમિશનર દ્વારા જરૂરી આદેશ કરવામાં આવ્યો છે. જે મુંજબ જે માર્ગો પર ફુટપાથ કે પદયાત્રી માટે અલગ ટ્રેકની વ્યવસ્થા ન હોય ત્યાં પદયાત્રીઓએ રસ્તાની જમણી બાજુએ ચાલવું જોઈએ. હાઈવે પર સેવા કેમ્પ ફરજીયાત પણે માર્ગની જમણી બાજુએ ગોઠવવામાં આવે તે જરૂરી છે તેમ સુરત રોડ સેફટી ઓથોરીટીના સભ્ય સચિવ અને પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


