વડોદરા,તા.૧૯
અત્યારે આખા ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. ઠંડીનો ચમકારો વધતા લોકો તાપણું પ્રગટાવીને ઠંડીથી રક્ષણ મેળવતા હોય છે. જાકે, વડોદરાના યુવક માટે આ તાપણું જીવલેણ બન્યું હતું. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના અચીસરા ગામે ખરીમાં નાખેલા દિવેલા સાચવવા ગેયલા સાધલીનો યુવકે રાત્રે વધારે ઠંડી હોવાના કારણે તાપણું સળગાવ્યું હતું. જાકે તેને અચાનક ખેંચ આવી જતાં તે તાપણામાં ઉંધા માથે પડતાં ગંભીર રીતે દાજી ગયો હતો. જેના પગલે તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે સાધલી ગામનો આશરે ૩૫ વર્ષીય ચેતનભાઇ ગેમલસિંહ પરમાર તા.૧૭-૧૨-૨૦૧૮ના રોજ સાંજના અચીસરા ગામમાં ખરીમાં દિવેલા કાઢેલા હતા. જેને સાચવવા માટે રાત્રે ૯ વાગે એકલો ગયો હતો. તે ખેંચ તાણની બીમારીથી પીડિતો હતો. જાકે તેનું ૧૮-૧૨-૨૦૧૮ના રોજ સીંધી અનવરભાઇને સાંધલીમાં રહેતા તેના પિતા ગેમલસિંહ ખુમાનસિંહ પરમારને જાણ કરી કે ચેતનને તાપણાની ધુણીમાં ઉંધો પડતાં દાઝી જતા મૃત્યુ થયું હતું.
જેથી મરનાર કાકાનો દીકરો જગદીશ ચંદુભાઇ પરમારે શિનોર પોસને જાણ કરી અને અચીસરા જઇને મૃતદેહ જે દાઝી જતાં મરણ પામેલો તેને સાધલી દવાખાને પોસ્ટમોર્ટમ માટે લાવ્યો હતો. મરનારને પત્ની ભાવનાબેન સહિત બે દીકરા અને એક દીકરી છે. ઠંડીના કારણે તાપણામાં ખેંચ આવવાના કારણે દાઝી જવાથી મોત થયું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




