તા.૨૬મી ડિસે.ના રોજ રાંદેર ખાતે હોમગાર્ડઝ ભરતી યોજાશે

0
2

રાંદેર હોમગાર્ડઝ યુનિટમાં આવતાં યુવકો માટે સુવર્ણ તક
સુરત

તા.૨૬મી ડિસે.ના રોજ સવારે ૭.૦૦ વાગ્યે ભાણકી સ્ટેડીયમ, રાંદેર, મોરા ભાગળ ખાતે સુરત શહેર હોમગાર્ડઝ દળના રાંદેર યુનિટમાં આવતાં અડાજણ, રાંદેર, જહાંગીરપુરા, ઇચ્છાપોર, હજીરા પોલિસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ધો.૧૦ પાસ પુરૂષ ઉમેદવારો માટે હોમગાર્ડઝ ભરતી યોજાશે. હોમગાર્ડઝ દળમાં ભરતી થવા ઈચ્છુક યુવાનોએ શાળા છોડયા અંગેનું પ્રમાણપત્ર(એલ. સી.), ચુંટણીકાર્ડ, આધારકાર્ડ, પાન કાર્ડ, રહેઠાણનો પુરાવો જેવા જરૂરી અસલ દસ્તાવેજ તથા અભ્યાસના પુરાવા સાથે હાજર રહેવું. ભરતી માટેની શારિરીક લાયકાતમાં ઉમેદવારની ઉંમર ૧૮ થી ૫૦ની હોવી જોઇએ. વજન ઓછામાં ઓછું ૫૦ કિલો હોવું જોઇએ. ઊંચાઈ લઘુત્તમ ૧૬ર સે.મી.,છાતી લઘુત્તમ ૭૯ સે.મી. હોવી જોઈએ. ૧૬૦૦ મીટરની દોડ ૯.૦૦ મિનિટમાં પુર્ણ કરવાની રહેશે. આ ભરતીનો યુવામિત્રોએ લાભ લેવા એસ.કે. પટેલ, જિલ્લા કમાન્ડન્ટ, હોમગાર્ડની યાદીમાં જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY