સરથાણા સ્વામી નારાયણ મંદિરમાં ફળોનો અન્નકુટ ધરવામાં આવ્યો

0
2

મહામંત્રની ૨૧૮મી જયંતીની ઉજવણી કરાઈ
સુરત

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર –સરથાણા, સુરતમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર,સરથાણા-સુરત મુકામે શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ૨૧૮મી જયંતીની ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંતોના માર્ગદર્શન પ્રમાણે ભાવિક ભક્તોએ કલાત્મક રીતે ફળોની વિવિધ ડિઝાઇન કરીને તૈયાર કરેલ ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો. શ્રી સ્વામિનારાયણ મહામંત્રનું સમૂહમાં મહિમાગાન કરવામાં આવ્યું. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદનું રસપાન કરવામાં આવ્યું. પૂજનીય સંતોએ પણ શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા સમજાવ્યો હતો. સંતો-ભક્તોએ સમૂહ આરતીનો લહાવો લીધો હતો. કાર્યક્રમને અંતે સૌ ભક્તોને ફળોની પ્રસાદી આપવામાં આવી.
આ પ્રસંગે સંત શિરોમણિ શ્રી અનાદિસિદ્ધ સ્વામી, સંત શિરોમણિ શ્રી સત્યદર્શન સ્વામી, સંત શિરોમણિ શ્રી શ્રીજીશરણ સ્વામી, તેમજ ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY