નાગરિક સંશોધન બિલના સમર્થનમાં અઠવાગેટથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી

0
21

સુરત નાગરિક સમિતિએ કરેલા રેલીના આયોજનમાં સુરતના લોકો ઉમટી પડ્યા
સુરત
સિટીઝનશીપ એમેડમેન્ટ એક્ટના સમર્થનમાં સુરત નાગરિક સમિતિએ આજે વિશાળ રેલી યોજી કલેક્ટરને રજૂઆત કરી હતી. આ રેલીમાં ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળા, સાંસદ સી.આર. પાટીલ, દર્શના જરદોશ, મંત્રી ગણપત વસાવા, હર્ષ સંઘવી, પૂર્ણેશ મોદી, મદનસિંહ અટોદરિયા સહિત ભાજપના આગેવાનો કાર્યકરો સહિત સુરતના લોકો મોટી સંખ્યામાં આ રેલીમાં જાડાયા હતા. સવારે દસ વાગે વનિતા વિશ્રામ પાસેથી રેલી નીકળી હતી.
ભારતના પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં વસવાટ કરતા અલ્પસંખ્યક સમુદાય પર ત્યાંની સરકારો દ્વારા વર્ષોથી ત્રાસ ગુજારવામાં આવી રહ્ના છે. આથી આ ત્રાસથી ત્રસ્ત થઈને ત્યાં વસવાટ કરતા અલ્પસંખ્યક સમુદાય હિન્દુ, શીખ, ઈસાઈ, પારસી, બૌદ્ધ, જૈન સમુદાયના પરિવારો પોતાના રક્ષણ માટે ભારતમાં શરણાર્થી તરીકે આવ્યા હતા. આ શરણાર્થી પરિવારો માટે સમગ્ર વિશ્વમાં ભારત જ એક માત્ર આશ્રય સ્થાન છે. તેમ છતાં વર્ષોથી પીડિત આ શરણાર્થી પરિવારો માટે ક્યારેય કોઈ સરકારે ચિંતા કરી ન હતી. આ શરણાર્થી પરિવારો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ સરકારે તેમના પ્રત્યે કોઈ સંવેદના દાખવી ન હતી પરંતુ સંવેદનશીલ મોદી સરકારે વર્ષોથી ઉપેક્ષિત, પીડિત આ પરિવારોની લાગમી સમજીને તેમને હિન્દુસ્થાનનું નાગરિકત્વ આપી શકાય તે દિશામાં મહત્ત્વનું પગલું ભયુ*. આ પરિવારો સન્માનભેર જીવન જીવી શકે તે માટે મોદી સરકાર દ્વારા હાલમાં જ આ શરણાર્થી પરિવારો માટે સિટીઝનશીપ એમેડમેન્ટ એક્ટ મંજૂર કરવામાં આવ્યું છે. આ બિલ ભારે બહુમતીથી લોકસભા અને રાજ્યસભામાં મંજૂર થયું છે. સમગ્ર દેશના લોકોએ પણ આ સંવેદનશીલ અને માનવીય કાયદાને વધાવી લીધો છે. આ કાયદાના સમર્થનમાં અને આ કાયદો મંજુર કરવા બદલ મોદી સરકારનો આભાર માનવાના ઉદ્દેશથી સુરત નાગરિક સમિતિ દ્વારા દેશહિતમાં વિશાïળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY