ગ્રાહક મંડળના નવ નિયુક્ત પ્રમુખ દ્વિયમ જોષીનું સન્માન
સુરત, તા.૨૫
રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે ૨૪ ડિસે ૨૦૧૯ના રોજ સવારે ૮ કલાકે કલાપી લાફીંગ ક્લબ અડાજણ, સુરત દ્વારા ગ્રાહકોમાં જાગૃતિ આવે અને ગ્રાહકોïને મળેલા હક અધિકારો અંગેની વિસ્તૃત માહિતી મળી રહે તે માટે એડવોકેટ શ્રીમતી પ્રિતિ જિજ્ઞેશ જાષીને વકતા તરીકે કાયદાકીય માહિતી પૂરી પાડેલી. તેમજ હાલમાં થયેલા કાયદાકીય સુધારા મુજબ સુરત જીલ્લા ખાતે રૂ. ૧ કરોડ સુધીના વળતરની હકુમત, ગુજરાત રાજ્ય ગ્રાહક કમીશન ખાતે ૧ કરોડ થી ઉપર અને ૧૦ કરોડ સુધીના વળતરની હકુમત હોય છે. અને ૧૦ કરોડ થી વધુ વળતર માટે રાષ્ટ્રી ગ્રાઉન્ડ સુરક્ષા ભવન ખાતે ફરિયાદ કરી શકાય છે. આ કાર્યક્રમમાં નવા વરાયેલા ગ્રાહક મંડળનો પ્રમુખ દિવ્યમ જે જોષીનું સન્માન કરવામાં આવેલું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


