સુરત,તા.૧૨
અત્યારે વ્યાજખોરોનો ત્રાસ ધીમે ધીમે વધતો જયા છે. વ્યાજખોરોના ત્રાસના કારણે અનેક લોકો પોતાનો આત્મહત્યાના માર્ગે જાય છે. સુરતના નાનપુરાના રિક્ષા ચાલકે શુક્રવારે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રાસી જઇ તેણે આ પગલું ભર્યું હોવાની સ્યૂસાઇટ નોટ લખી તેણે ઝેર પીધું હતું.
મળતી માહિતી પ્રમાણે નાનપુરા સ્થિત મર્ચન્ટકોલોનીમાં રહેતો રજનીકાંત રતિલાલ ટોપલીવાળા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. રજનીકાંતને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. દરમિયાન શુક્રવારે રજનીકાંતે ઘરમાં ઝેર પી લીધું હતું. જેની જાણ પરિવારના સભઅયોને થતાં રજનીકાંતને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોÂસ્પટલ ખસેડાયો હતો. રજનીકાંતને આઇસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી છે. રજનીકાંતે ઝેર પીતા અગાઉ બે પાનાની સ્યુસાઇટ નોટ લખી હતી. જેમાં તેણે હિમેન કહારાના કારણે પગલું ભરું છું એમ લખ્યું છે.
વધુમાં તેણે હિમેન પાસેથી ૭૦ હજાર પ ટકાથી લીધેલા જે બે મહિના પછી ૧૦ ટકા કરી નાખ્યાં હતા. ૧૫થી ૧૭ મહિના વ્યાજ ભર્યા બાદ તેને રૂ. ૨ લાખની માંગ કરી હતી. અઠવા પોલીસે જણાવ્યું હતું કે, રજનીકાંતને ભાન નહીં હોવાથી તેનો જવાબ લઇ શકાયો નથી. પરંતુ તેના પરિવારે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. તેની પાસેથી મળી આવેલી સ્યુસાઇટ નોટના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



