ભીમપોરના વૃપ ટ્રામ્પો લાઈન પાર્કમાં ફિટનેશ એક્ટરે ટાવર જમ્પ કરતા ગંભીર રીતે ઘવાતા પોલીસ ફરિયાદ

0
30

ટ્રામ્પો લાઈન પાર્કના સંચાલકોની ગંભીર બેદરકારીથી ફિટનેશ એક્ટર ગંભીર
સુરત
ડુમસ ભીમપોર રોડ ઉપર આવેલ રમત ગમતનો વૃપ ટ્રામ્પો લાઈન પાર્ક તૈયાર ન હોવા છતાં પણ સુરતમાં શૂટિંગ માટે આવેલા કલાકારોને પાર્ક તૈયાર હોવાનું જણાવી પ્રવેશ આપ્યા બાદ કલાકારો પૈકી ફીટનેશ એક્ટર ટાવર જમ્પ ઉપરથી જમ્પ કરતા નીચે રેક્ઝીનના બ્લોક ખસી જતા ફીટનેશ એક્ટરને ગરદનના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટના અંગે વૃપ ટ્રામ્પોલાઈન પાર્કના સંચાલકો વિરૂદ્ધ ડુમસ પોલીસ સ્ટેશને ફરિયાદ નોîધાઈ હતી.
ડુમસ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હરિયાણા ફતેહાબાદના ફીટનેશ એક્ટર શ્વેતા જનકરાજ મહેતાએ વૃપ ટ્રામ્પોલાઈન પાર્ક ડુમસ રોડના સંચાલકો કપિલ નંદવાણી, રજત મહેન્દ્ર, ઈન્દ્ર પુનયાની વિરૂદ્ધ ફરિયાદ નોધાવી હતી. ફરિયાદી શ્વેતા મહેતાના જણાવ્યા મુજબ આ પાર્કનું ઉદ્ઘાટન પણ થયું ન હોવા છતાં પણ આરોપીઓએ પાર્ક તૈયાર હોવાનું જણાવી પ્રવેશ આપ્યો હતો. ફરિયાદી પીટ જમ્પ ટાવર જમ્પ ઉપરથી જમ્પ કરતાં રેક્ઝીનના નાના બ્લોક હટી ગયા હતા. જેને કારણે ફરિયાદી શ્વેતાનું માથુ જમીન ઉપર અથડાતા ગરદન ભાગે ગંભીર ઈજાઓ પહોચી હતી. ડુમસ પોલીસે ઈપીકો કલમ ૩૩૮ મુજબ ગુનો દર્જ કરી પો.સ.ઈ. એન.પી. મંડલીએ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY