મુંબઈ,તા.૨૯
એક એડવર્ટાઇઝિંગ કંપની સાથે સંકળાયેલી મહિલા શી રીતે ક્રિકેટ ટીમને પાનો ચડાવીને ક્રિકેટનો વર્લ્ડ કપ જીતવા તૈયાર કરે છે એવી કથા ધરાવતી વેબ સિરિઝ ઇન્સાઇડ એજને ડ્રામા કેટેગરીમાં એમી એવોર્ડનું નોમિનેશન મળ્યું હતું.
છેલ્લા થોડા સમયથી રૃપેરી પરદા પર ભાગ્યેજ દેખાતો અભિનેતા વિવેક ઓબેરોય અને રિચા ચડ્ડા આ વેબ સિરિઝમાં મુખ્ય રોલ કરી રહ્યાં છે. આ વેબ સિરિઝ સાથે નેટફ્લીક્સની સ્પેનિશ ભાષાની વેબ સિરિઝ મની હાઇસ્ટ અને બ્રાઝિલની વન અગેન્સ્ટ ઓલ વેબ સિરિઝ રજૂ થવાની છે. દેખીતી રીતેજ આ બધી વેબ સિરિઝ વચ્ચે એમી એવોર્ડની સ્પર્ધા થવાની છે.
૨૦૧૭ના જુલાઇમાં ઇન્સાઇડ એજનો એમેઝોનમાં પ્રીમિયર યોજાયો હતો. આ વેબ સિરિઝ ગાયક અભિનેતા ફિલ્મ સર્જક ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીના બેનર તળે બની હતી.
આ બંનેએ એક નિવેદનમાં કહ્યું હતું કે એમેઝોનના સહયોગથી અમે બનાવેલી વેબ સિરિઝ ઇન્સાઇડ એજને એમી એવોર્ડનું નોમિનેશન મળ્યું છે એ જાહેર કરતાં અમે ગૌરવ અનુભવીએ છીએ.
વિવેકે એક નિવેદનમાં કહ્યું કે આ નોમિનેશન મળ્યું એ વેબ સિરિઝની સફળતાનો સંકેત છે. હું પહેલાં કરતાં વધુ નમ્ર થયો છું. આ વેબ સિરિઝ સાથે સંકળાયેલી આખીય ટીમને હું મારા તરફથી હાર્દિક અભિનંદન
આપું છું અન્ે આખીય ટીમનો આભાર માનું છું. આ સિરિઝની બીજી સીઝનમાં અમે વધુ મહેનત કરીશું અને વધુ સારો દેખાવ કરવાના પ્રયાસો કરીશું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


