સુરત,તા.૨૯
સુરતમાં માનવ તસ્કરીનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. પુણા વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને સોસાયટીઓમાંથી અસંખ્ય બાળકો મળી આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, સુરત, રાજસ્થાન અને દિલ્હી પોલીસનું સંયુક્ત ઓપરેશનમાં ૧૨૫થી વધુ બાળકોને મુક્ત કરાવ્યા હોવાની વાત સામે આવી છે. સુરતમાં પુણાની સીતારામ સોસાયટીમાં સવારે પાંચ વાગ્યે દિલ્હી, રાજસ્થાન પોલીસ, સુરત પોલીસ અને સેન્ટ્રલ આઈબીની ટીમે રેડ કરી હતી અને રાજસ્થાનથી માનવ તસ્કરી કરી સુરતમાં લવાયેલા ૧૨૫થી વધુ બાળકોને ઘરમાંથી મુક્ત કરાવ્યા છે. પુણાની સીતારામ સોસાયટી હાસ પોલીસ છાવણીમાં ફેરવાઈ છે. બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવતું હતું.
આ બાળકોનો કબજો મેળવી પોલીસે આરોપી શખ્સો વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં પોલીસને જાણવા મળી રહ્યું છે કે તમામ બાળકો રાજસ્થાન અને દિલ્હીથી લાવેલા હોવાનો ખુલાસો થયો છે. બાળકો પાસે સ્થાનિક ઉદ્યોગોમાં કામ કરાવાતું હતું. કેટલાક દલાલ અને વચેટિયાઓ પણ આ ઘટનામાં ઝડપાયા છે. આ ઘટનાનો પર્દાફાશ થતા રાજસ્થાનના બાળકોને પોલીસ પરત લઈ જશે. આ ઘટનામાં એવી માહિતી સામે આવી રહી છે કે, તમામ ૧૨૫ બાળકોની ઉંમર ૧૦થી ૧૬ વર્ષની છે અને તેમને માનવ તસ્કરીમાં અપહરણ કરીને કે બીજે કોઈ રીતે લાવવામાં આવેલા હોઈ શકે છે.
૧૨૫ બાળકોમાંથી મોટાભાગે દક્ષિણ રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારના બાળકો છે. આ ઘટનામાં રાજસ્થાન અને ગુજરાતના દલાલો બાળકોને સુરત લાવ્યા હોવાનું ખુલ્યું છે. તમામ બાળકોને એક જ રૂમમાં કામ કરાવ્યા બાદ બંધ રાખવામાં આવતા હતા. હજુ પણ કેટલીક જગ્યાઓ અંગે પોલીસે માહિતી મેળવી વધુ તપાસ આરંભી છે. પોલીસે આ ઘટનામાં બાતમીના આધારે ૧૦-૧૫ દિવસ રેકી કર્યા બાદ રેડ કરીને મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
રાજસ્થાનમાં અને દિલ્હીથી અનેક જિલ્લાઓમાં બાળકોને મા બાપ દ્વારા મજબૂરીમાં અથવા તો જબરદસ્તી મજૂરી માટે બાળકો મોકલવામાં આવતા હતા. આ બાળકો રાજસ્થાનથી દલાલો મારફતે રાજ્યમાં સુરત સહીતની જગ્યાએ મજૂરી માટે લઈ આવવામાં આવતા હતા. આ કૌભાંડ સામે આવ્યા બાદ આજે રાજસ્થાન બાળ આયોગ દ્વારા સેન્ટ્રલ આઈ.બી. રાજસ્થાન આઈ.બીની ટીમ સાથે સુરતની પુણા પોલીસને સાથે રાખી અને આ નેટવર્ક પર પર્દાફાશ કરવામાં આવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


