સુરત,તા.૩
પુણાગામ વિસ્તારની વિક્રમ નગર સોસાયટીના ઘરના ઓટલા પર જાહેરમાં જુગાર રમતી ૭ મહિલાને પોલીસે ઝડપી પાડી રૂા. ૭૮૪૦નો મુદ્દામાલ કબ્જે લીધો છે. બાતમીના આધારે પુણાગામ પોલીસે વિક્રમ નગર સોસાયટીમાં દરોડા પાડયા હતા.
જયાંથી ઘર નં. ૪ ના ઓટલા પર જાહેરમાં જુગાર રમી રહેલી વૃધ્ધા ગીતાબેન મનસુખભાઇ મણવર, મંજુબેન પરેશભાઇ સુહાગીયા, રંજનબેન રાજુભાઇ ચૌહાણ, જયાબેન શામજીભાઇ ગોહીલ, ભાનુબેન જયેશભાઇ બેકરીયા, કવિતાબેન બળવંતભાઇ ગોસ્વામી, કરૂણાબેન ધીરૂભાઇ નિમાકરને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી તેમની પાસેથી અંગજડતીના રોકડા રૂા. ૬૮૫૦ અને જુગારના દાવ પરના રૂા. ૯૯૦ મળી કુલ રૂા. ૭૮૪૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


