જામનગર,તા.૩
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપર- પડાણા નજીક રોંગ સાઈડમાં પૂરપાટ વેગે આવી રહેલા એક ટેક્નર ચાલકે બાઇકને હડફેટમાં લઈ લીધું હતું અને તેના ચાલકને કચડી નાખતા ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યુ છે.
આ ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપર -પડાણા ગામના પાટિયા નજીક ગઇરાત્રે સાડા દસેક વાગ્યાના અરસામાં ટેક્નરના ચાલકે પોતાનું ટેક્નર બેકાળજીપૂર્વક રોંગ સાઈડમાં ચલાવ્યું હતું અને સામેથી આવી રહેલા મોટર સાયકલને ઠોકર મારી દેતા તેના ચાલક હિતેશ રમેશભાઈ રાઠોડને ગંભીર ઈજા થવાના કારણે તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નીપજયું હતું.
આ અકસ્માતના બનાવ અંગે મૃતકના સંબંધી રાજકોટમાં રહેતા રવિભાઈ મૂળજીભાઈ મકવાણાએ મેઘપર પોલીસને જાણ કરતા મેઘપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટેક્નરના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


