સુરત,તા.૬
ડુમ્મસ ગામ કાંદી ફળિયાના જલારામ નગરમાં રહેતો બિપીન છીમકાભાઇ માકુવાલા અને તેની પત્ની જીગ્નાશા સવારના ૯ વાગ્યાના અરસામાં કામ અર્થે પગપાળા જઇ રહ્યા હતા. ત્યારે ગામમાં રહેતો સોહેલ અનિલ ડુમસીયા અને અક્ષય અનિલ ડુમસીયા લોખંડની નરાજ સાથે ઘસી આવી બિપીન (ઉ.વ. ૫૩) અને જીગ્નાશા (ઉ.વ. ૫૦) વડે હુમલો કર્યો હતો.
બંન્ને ભાઇ સોહેલ અને અક્ષયે નરાજ પડે બિપીનને જમણા હાથમાં ઇજા પહોંચાડી હતી. જેથી જીગ્નાશા પતિને બચાવવા વચ્ચે પડતા તેને પણ ડાબા પગમાં નરાજ મારતા ગંભીર ઇજા થઇ હતી. ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનો ભેગા થઇ જતા હુમલો કરનાર સોહેલ અને અક્ષય ત્યાંથી ભાગી ગયા હતા. ઘટના અંગે જીગ્નાશાએ ડુમ્મસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જીગ્નાશાએ પોલીસને જણાવ્યું હતું કે ત્રણેક વર્ષ અગાઉ ગામમાં સરપંચની ચૂંટણી વખતે હુમલો કરનાર બંન્ને ભાઇ અને પતિ બિપીન વચ્ચે ઝઘડો થયો હતો.
ઉપરાંત બંન્ને ભાઇ ગત દિવસોમાં વીજ ચોરી કરતા ઝડપાયા હતા. તે અંગેની બાતમી આપ્યાનો વ્હેમ રાખી છેલ્લા ઘણા સમયથી ઝઘડો કરતા હતા અને આ અદાવતમાં જ હુમલો કરી માર માર્યાની આશંકા વ્યક્ત કરી હતી. જ્યારે સામે પક્ષે સોહેલે પણ બિપીન અને તેના મિત્ર વિપુલ જયંતિ પટેલ, મેન્ડીંસ બળવંત પટેલ, પ્રકાશ મુળજી પટેલે માર માર્યાની ફરિયાદ નોંધાવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



