પાક.માં ગુરૂદ્વારા પર થયેલા હુમલાના વિરોધમાં ઈમરાનના પૂતળાને સળગાવાયું

0
19

વડોદરા,તા.૬
પાકિસ્તાનમાં શીખ સમુદાયના ગુરૂદ્વારા પર થયેલા હુમલાના વિરોધમાં વડોદરા ખાતે આવેલા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પર ઈમરાન ખાનના પૂતળાંને ચપ્પલનો હાર પહેરાવીને દહન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે લોકોએ પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.
શિવસેનાના પ્રવક્તા તેજસ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે,પાકિસ્તાનમાં આવેલા નાનકાના સાહિબ શીખ ગુરુદ્વારા પર ટોળા દ્વારા કરવામાં આવેલા હિચકારા હુમલા અને તોડફોડનાં ભારતભરમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છે. દિલ્હી, પંજાબ, હરિયાણા સહિત કેટલાક રાજ્યોમાં શીખોએ હુમલાને વખોડીને વિરોધ પ્રદર્શનો યોજ્યા હતાં. કેટલાક શીખ ગૃપ દ્વારા દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર દેખાવો કરાયા હતા. વડોદરા શહેર શિવસેનાના દ્વારા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે પાકિસ્તાનના પી.એમ. ઈમરાનખાનના પૂતળાનું દહન કરી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો.આ કાર્યક્રમના પગલે ટ્રાફિક વ્યવહાર ખોરવાઇ ગયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY