મૃતકના હાથ અને ગળાના ભાગે ચકામાના નિશાન દેખાયા
સુરત, તા.૭
પાર્લેપોઈન્ટ નજીક આવેલા અંબાજી મંદિરની બાજુના મકાનમાં બીજા માળેથી જરીના કારખાનેદારનો મૃતદેહ મળી આવ્યો હતો. ગળા અને બાંયના ભાગે ચકામાના નીશાન મળી આવતાં તબીબોએ મૃતદેહને ફોરેન્સિકમાં રિફર કર્યો હતો.
પાર્લે પોઈન્ટ ખાતે આવેલા અંબાજી માતાના મંદિરની બાજુમાં આવેલા મકાનમાં રહેતા જરીના કારખાનેદાર હિતેન્દ્ર જરીવાલા પરિવાર સાથે રહેતા હતાં. શનિવારના રોજ હિતેન્દ્રની પત્ની બાળકને લઈને સવારે અમદાવાદ ગઈ હતી. તેણે રાત્રે ૧૧ વાગ્યે છેલ્લીવાર હિતેન્દ્ર સાથે વાત કરી હતી. બાદમાં રવિવારે પાડોશમાં જ રહેતી માતાએ પણ હિતેન્દ્રને ફોન કર્યા હતા પણ માતાને એમ કે હિતેન્દ્ર આરામ કરતો હોવાથી ફોન નહીં ઉપાડતો હોય પરંતુ સાંજે પણ ફોન ન રિસિવ થતા ચિંતીત થયા હતા અને સોમવારે ઓફિસ પણ હિતેન્દ્ર ન આવતાં ચિંતામાં વધારો થયો હતો. સાંજે પાંચ વાગ્યે પુત્રના ઘરે જઈ ડોરબેલ વગાડી અને ઉઘડતાં ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલ્યો હતો.
માતાએ ઘરની પ્રવેશી તમામ રૂમમાં જોઈને ઉપરના માળે જઈને જોતા હિતેન્દ્રનો મૃતદેહ વોકર પર પડ્યો હતો. જેથી તાત્કાલિક તેમણે પોલીને જાણ કરી અને મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ માટે ડો. ઓમકાર ચૌધરીને પેપર અપાતા તપાસમાં ગળા અને બાંય પર ચકામાના નીશાન મળી આવ્યાં હતાં. ડો. ચૌધરીને શંકાસ્પદ લાગતાં તેમણે ફોરેન્સિક પીએમમાં મૃતદેહ રિફર કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



