અંક્લેશ્વર જીઆઈડીસીમા આવેલ ૫૦૦ કવાટર્સ માંથી જુગારધામ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

0
57

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફ થી જીલ્લામા દારૂ તેમજ જુગારની પ્રવુતિ નેસ્તનાબુદ કરવા સખ્ત સુચના મળેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બીના પો.સ.ઇ પી.એસ.બરંડા તથા પો.સ.ઇ વાય.જી.ગઢવી તેમજ ટીમ ના પોલીસ માણસો અંક્લેશ્વર વિસ્તાર મા પેટ્રોલીંગમા હતા દરમ્યાન અંક્લેશ્વર 60૮ મા આવેલ ૫૦૦ કવાટર્સ આર.સી.એલ.ના મકાન નં-૪૮/૧ મા જુગારધામ ચાલતુ હોવાની બાતમી હકીકત એલ. સી. બી.ના પો.કો.મેહુલભાઇ ને મળતા મળેલ બાતમી આધારે અંક્લેશ્વર ૦0૮ મા આવેલ ૫૦૦ કવાટર્સ આર.સી.એલ. ના મકાન નં-૪૮/૧ ખાતે જુગાર ની પ્રવુતિ અંગે રેડ કરતા મકાન માલીક
(૧) રમેશકુમાર મણીભાઇ પટેલ રહે- ૫૦૦ કવાટર્સ આર.સી.એલ. મ.નં-૪૮/૧,અંક્લેશ્વર જી.આઇ.ડી.સી જી-ભરૂચ મુળ રહે-પીઠાઇ તા-કઠલાલ જી-ખેડા નાઓ તથા બીજા ઇસમો જેમા (૨) સુનીલ ગુલાબસીંગ ચૌહાણ ઉ.વ.-૨૨ રહે-વુંદાવન સોસાયટી રાગીણી સિનેમા પાછળ ભડકોદ્રા તા-અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે-બલવા ચૌહાણ તોલા થાના-લાળ તા-છપરા જી-દેવરીયા ઉત્તરપ્રદેશ (૩) જયદીપસિંહ દિલીપસિંહ યાદવ ઉ.વ.-૩૩ રહે.અક્ષરધામ સોસાયટી મ.નં- એ/૯,અંક્લેશ્વર જી.આઇ.ડી.સી મુળ રહે-સીગામ,લીમડા ખડકી તા-જંબુસર જી-ભરૂચ(૪) ભરતભાઇ બલવંત યાદવ ઉ.વ.-૩૬ રહે.ગાર્ડન સીટી સોસાયટી મ.નં-સી/૨/૧૬૩ અંક્લેશ્વર જીઆઇડીસી જી-ભરૂચ મુળ રહે-સચૌલી પનવનીયા થાના-રૂદ્રકપુર જી-ગોરખપુર ઉત્તરપ્રદેશ (૫) રાજેન્દ્રસીંગ બલરાજસીંગ સીંગ ઉ.વ.-૪૫ રહે.સુંદરમ સોસાયટી,રાજપીપળા ચોકડી પાસે અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે-ભીવાની થાના બાધરા તા.જી.દાદરી હરીયાણા (૬) યદુનંદન રાજકિશોર મંડલ ઉ.વ.-૩૧ રહે.શુભમ સોસાયટી, મ.નં-૩૩,મીરાનગર પાસે રાજપીપળા રોડ, સારંગપુર તા-અંક્લેશ્વર મુળ રહે-સહરસા શહેર સરાઇ ચોક વોર્ડ નં-૫ તા.જી-સહરસા બિહાર (૭) નરેશકુમાર પ્રભુસીંગ ડાગર ઉ.વ.-૫૧ રહે.કુમકુમ સોસાયટી,મ.નં-એ/૧, કોસમડી .વાલીયારોડ તા-અંક્લેશ્વર મુળ રહે-જારમદાકલા થાના-નજફગઢ નવી દીલ્હી(૮) સોમવીર ભુરારામ શર્મા ઉ.વ.-૨૯રહે. ગજાનંદ સોસાયટી, મ.નં- બી-૧- ૨૧.ગણેશ પાર્કસામે, કોસમડી, વાલીયા રોડ,તા-અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે-થુરાના થાના-આશી તા-આશી જી-હીસાર હરિયાણા નાઓ ગે.કા રીતે પત્તા-પાના વડે રૂપિયા ની હાર જીત નો જુગાર રમતા કુલ્લે રોકડા રૂપિયા ૬૮,૭૫૦/તથા જુગાર ના સાધનો તથા મોબાઇલ ફોન-૧૧ તથા ૦૬ વાહનો મળી કુલ કિં.રૂ.૧૩,૭૭,૭૫૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા તમામ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ ઉપરોક્ત તમામ વિરૂધ્ધ અંક્લેશ્વર 606 પો.સ્ટે. મા કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY