સુરત,તા.૭
ઊતરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અત્યારથી જ આકાશમાં પતંગો ઉડી રહ્યાં છે. કપાયેલા પતંગના દોરા અકસ્માત સર્જવા નિમિત બનતા હોય તેમ મીઠાઈની ડિલિવરી કરીને પરત ફરી રહેલા યુવકના ગળાના ભાગે પતંગનો દોરો વાગી જતાં ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ સારવાર આપતા યુવકની હાલત સાધારણ છે.
મૂળ રાજસ્થાનનો વતની અને પુણાગામમાં આવેલી ત્રિકમનગર ટાગોર કોલોનીમાં રહેતો પૂનમચંદ ચોંકાર દાગી (ઉ.વ.આ.૨૫)ના વેસુમાં આવેલી મીઠાઈની દુકાનમાં કામ કરતો હતો. તે મીઠાઈની ડિલિવરી બાઈક પર આપવા ગયો હતો. આ દરમિયાન મક્કાઈપુલ પરથી પરત ફરી રહ્યો હતો તે દરમિયાન ગળે કપાયેલા પતંગનો દોરો આવી ગયો હતો. પૂનમચંદે દોરો ગળે આવતાં શક્ય તેટલી બ્રેક મારી હતી તેમ છતાં પતંગના દોરાએ તેનું ગળું કાપી નાખ્યું હતું. જેથી તેને લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે પતંગનો દોરો ગળામાં ઊંડે સુધી ન ગયો હોવાથી તબીબોએ ટૂંકી સારવાર દરમિયાન જ તેને સાધારણ જાહેર કર્યો હતો.
અગાઉ પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થયેલા દિલીપ લુણાગરીયાએ જણાવ્યું હતું કે, મને ચહેરા પર પતંગના દોરાના કારણે ૨૨ ટાંકા આવ્યાં હતાં જેથી હું ઊતરાયણ અગાઉ એક માસથી બાઈકની આગળ સળીયો ફીટ કરાવી દઉં છું. જેથી શરીરનું રક્ષણ થઈ શકે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



