સિટી બસમાં ૧૩૯ ખુદાબક્ષો પાસેથી રૂ. ૧૫,૨૦૦નો દંડ વસુલાયો, ૩૩ કંડક્ટર સસ્પેન્ડ

0
21

રાજકોટ,તા.૭
રાજકોટ શહેરમાં બીઆરટીએસ બસ સેવાનો લાભ મોટાભાગના લોકો લઈ રહ્યા છે. ૨૦૧૯ ડિસેમ્બર મહિનામાં સીટી બસ ૫.૦૮ લાખ કિ.મી. ચાલતા તેનો લાભ ૧૨૩૬૨૪૬ મુસાફરોએ અને ૧૫૦ ફૂટ રોડ પર બીઆરટીએસ બસો ૭૬૯૮૯ કિ.મી. ચાલતા ૭૦૬૫૩૬ મુસાફરોએ લાભ લીધાનો રિપોર્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
રાજકોટમાં સિટી બસના પીકઅપ સ્ટોપ અને બસ પર ટાઈમ ટેબલ અપડેટેશનનું કામ ચાલી રહ્યું છે. છેલ્લા મહિનામાં થયેલી દંડનીય કાર્યવાહીમાં ઓપરેટર મારૂતી ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ ૧૫૧૭૫ કિ.મી. એટલે કે, ૫,૩૮,૯૪૨ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો ભાડુ કલેકશન કરતા ડી.જી. નાકરાણીને ૩૨,૦૦૦ રૂપિયા અને નેશનલ સિકયુરિટી સર્વિસને ૯૦૦ રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી છે.
સિટી બસના ચેકિંગમાં ૧૩૯ મુસાફરો ટિકિટ વગર મળતા ૧,૫૨૦૦ રૂપિયાનો દંડ લેવાયો હતો. તો ૧૬થી વધુ જૂના પાસ જપ્ત કરાયા હતા. ૫ કંડકટરને કાયમી ધોરણે અને ૨૮ને ગેરરીતિ તથા અનિયમિતતા બદલ હંગામી ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
બીઆરટીએસ બસ સેવા ડિસેમ્બરમાં ૭૬,૯૮૯ કિ.મી. ચાલી હતી. જેના સ્ટોપ ઉપર પણ ડિજીટલ કામગીરી ચાલી રહી છે. તેના બસ ઓપરેટર માતેશ્વરી ટ્રાવેલ્સને ક્ષતિ બદલ ૧૪૦૦ કિ.મી. એટલે કે ૮૬૬૩૨ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જે કે, સિકયુરિટીને ૭,૦૦૦ની પેનલ્ટી ફટકારાઈ હતી. ૧૫ ખુદાબક્ષો પાસેથી ૧૫૦૦ રૂપિયાનો દંડ લેવાયો છે. તો એક એકસ મેનને ચાર દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY