સુરત,તા.૧૦
સુરત શહેરની ઉત્સવપ્રિય જનતા અને પતંગ રસિયાઓ માટે ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં દેશ વિદેશથી પતંગ બાજોએ ભાગ લીધો હતો. હવા સારી હોવાથી વિદેશી પતંગબાજો ને પતંગ ચગાવવાની મજા આવી હતી.
યુક્રેનથી ગુજરાતના પતંગ ઉત્સવમાં પ્રથમ વખત ભાગ લેવા આવેલા પતંગબાજો સુરતમાં પતંગ ઉત્સવ જોઈ ઉત્સાહિત થયા હતા.સારી હવા અને અવનવી પતંગોને જોઈએ યુક્રેનના આ પતંગબાજો પોતાના પતંગથી લોકોને મનોરંજન કરવામાં પાછળ રહ્યાં નહીં સાથે લોકોને ઉતરાયણની શુભકામનાઓ પણ આપી હતી.સૂર્યપુત્રી તાપી નદીના કિનારે સુરત મહાનગરપાલિકા દ્વારા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. જેમાં મેયર, મનપાના ડેપ્યુટી કમિશનર, સાંસદ સહિતના પદાધિકારીઓ હાજર હતા. આ ફેસ્ટિવલમાં ૧૬ દેશોના ૩૯,ગુજરાતના ૫૨ અને સમગ્ર ઇન્ડીયામાંથી ૩૯પતંગ બાજોએ ભાગ લીધો હતો.ફ્રેન્ચ, નેધરલેન્ડ, નેપાલ, ન્યૂઝીલેન્ડ, રસિયા, સિંગાપોર, સ્પેઇન, શ્રી લંકા, તુર્કી, થાઈલેન્ડ, યુકે, યુએસએ, વિયેતનામ, સહિતના દેશોમાંથી પતગબાજોએ ભાગ લઈ આનંદ માણ્યો હતો.પતંગ રસિયાઓ માટે ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજનજો કે વિદેશની સાથે સુરતના પતંગબાજોના પતંગ પણ આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા.૨૦૦ કિલોનો પતંગ બનાવ્યો હતો જે ને ચગાવવા ૬ થી ૭ લોકો જોડાયા હતા. આ મહોત્સવમાં દેશ-વિદેશના ૧૧૦ પતંગબાજો દ્વારા અવનવી અને રંગબેરંગી પતંગો ઉડાવી આકાશ રંગબેરંગી જોવા મળ્યું હતુ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



