વેપારી પાસેથી રૂ.૩૦.૭૫ લાખનો માલ ખરીદી દુકાનદારનું ઉઠમણું

0
18

શ્રીગણેશ ફેબ્રિક્સના દુકાનદાર સહિત ત્રણ લોકો ફરાર
સુરત, તા.૧૬
રીંગરોડ એલબી અપાર્ટમેન્ટના વેપારી પાસેથી અલગ-અલગ બિલ ચલણ દ્વારા ૩૦.૭૫ લાખ નું ફેબ્રિક કાપડ મળ્યા બાદ છેતરપિંડી કરનાર શ્રી ગણેશ ફેબ્રિકસનાપ્રોપરાઇટર સહિત ત્રણ જણા વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે આ તમામ આરોપી પોતાની દુકાને તાળા મારી ભૂગર્ભમાં ઉતરી ગયા છે
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નવાપુરા કરવા રોડ ઉપર આવેલા જૈન મંદિર પાસે રહેતા વિપુલકુમાર લાલશાહ રીંગરોડ એલજી એપાર્ટમેન્ટમાં ફેબ્રિક કાપડનો વ્યવસાય કરે છે. સલાબતપુરા મોમનવડ ખાતે આવેલા ગણેશ ફેબ્રિકના ­ોપરાઇટર મહેશભાઇ જમતમલ સારંગે સોસ્યો સર્કલ પાસે આર ટી હાઉસમાં દુકાન ધરાવતા કૈલાશ સિલ્ક મિલ્સના ­ોપરાઇટર પીન્કેશ પટેલ તેમજ ભુપેન્દ્ર જાશી સાથે મળી અગાઉ વેપારી વિપુલ કુમાર શાહ પાસેથી અલગ-અલગ બિલ ચલણ મારફતે ૩૦,૭૫,૨૨૨ ની કિંમતનો ફેબ્રિક્સ કાપડનો માલ મેળવ્યો હતો. બાદમાં પેમેન્ટ ચુકવવાનો વારો આવતા ચેક આપવામાં આવ્યા હતા જે ચેક પણ બાઉન્સ થયા હતા બાદમાં ઊઘરાણી કરવામાં આવતા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી છેતરપિંડીના ગુનાઅો અંગે મહેશભાઇએ સલાબતપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY