છેવાડાના માનવીનું હિત સરકારના હૈયે વસેલુ છે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

0
13

દક્ષિણ ગુજરાતના દસ હજારથી વધુ લાભાર્થીઓને રૂ.૧૪૦ કરોડની સહાયના વિવિધ લાભોનું વિતરણ
સુરત, તા.૧૬
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સરદાર વલ્લભભાઇ પટેલની તિહાસિક ભુમી ખાતે ­થમ વખત ઘરઆંગણે દશ હજારથી વધુ લાભાર્થીઓને રૂ.૧૪૦ કરોડની સહાયના વિવિધ લાભોના વિતરણના વિકાસપર્વ ઉત્સવના અવસરને શોભાગ્યપુર્ણ ગણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉકા-તરસાડીયા શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયેલા વિશાળ સમારોહમાં દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ, નવસારી જિલ્લાના હળપતિ અને આદિવાસી સમાજના લાભાર્થીઓને સહાય વિતરણ કરી હતી.
ઉકા-તરસાડીયા શૈક્ષણિક સંકુલમાં આવાસ માટે રૂ.૩૦૨૩ લાખ, ગંગા સ્વરૂપા આર્થિક સહાયતા રૂ.૬૮૨ લાખ, માળખાકીય સવલતો માટે રૂ.૧૮૬૧ લાખ, આજીવિકા માટે રૂ.પ૧૧ લાખ સહિત અન્ય વિવિધ યોજનાઅો મળી રૂ.૧૪૦ કરોડની સહાય વિવિધ સ્વરૂપે એનાયત કરવામાં આવી હતી.
વડા­ધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની નયા ભારત નિમાર્ણની કલ્પનામાં ગુજરાત લીડ લઇને આગળ વધી રહયું છે, એવી ­તિબદ્વતા સાથે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવીઓ વિકાસમાં જોડાઇ, સુખી-સમુદ્વ બને, વનબંધુ કે સાગર ખેડુ કે યુવાન હોય, સાર્વત્રિક વિકાસ (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ) સાથે આગળ વધી રહયું છે.
છેવાડાના માનવીનું હિત સરકારના હૈયે વસેલું છે, એવી ભાવનાને ઉજાગર કરી રહી છે, તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીઅ જણાવ્યું હતું કે, રાજય સરકાર પારદર્શિતા, સંવેદનશીલતા, ભષ્ટ્રાચાર મુકત શાસનના પાયાના સિધ્ધાંતોને વરેલી છે. ભષ્ટ્રાચાર મુકત શાસન સરકારે આપ્યું છે, જેના થકી કરોડોના વિકાસના કામો ઇમાનદારીનું પર્વ આજે લોકો અનુભવી રહયા છે. નિર્ણાયક સરકાર છે. ગુજરાત અોન ફાસ્ટ ટ્રેક દુનિયાની સાથે બરાબરી કરવી છે. રાજયોમાં ગુજરાત નંબર વન છે. અન્ય દેશોની સરખામણી કરવા કટિબદ્વ છે. નિર્ણાયકતા વિકાસની પરિપુર્તિ કરે છે. લોકોના સુખાકારી માટે ઝડપથી નિર્ણયો કરતી સરકાર છે.
આ ૠજુ લોકોની સરકાર છે. પ્રો-એકટીવ પીપલ લોકોની વેદનાઅો સમજી વ્યથા નહી વ્યવસ્થાની પુતિ કરે, એવા અનેકવિધ નિર્ણયો કરીને સરકાર આગળ વધી રહી છે. સૌનો સાથે સૌનો વિકાસના મંત્રને સાકાર કરવા સરકાર કાર્યરત હોવાનું મુખ્યમંત્રીશ્રીએ કટિબધ્ધતા સાથે જણાવ્યું હત.
હળપતિ સમાજના સમોચિત વિકાસ માટે બધી વ્યવસ્થાપ્રાપ્ત થાય એ માટે ઘરનું હોય, બધાને સહાયતા મળે એ માટે સરકાર વિવિધ યોજનાઓલઇને આવી છે. માળખાકીય સવલતો સાથે આવાસની અનેક યોજના લોકો સુધી પહોંચી છે. પોતાના જીવન ધોરણ ઊચું આવી એવા ઘર મળે તે માટે ૨૦૨૨ અંત સુધીમાં સૌને ઘર મળે એ દિશા નિચ્તિ કરી છે.ગંગા સ્વરૂપા સહાયતા યોજના અંતર્ગત જયાં સુધી જીવન ગુજારે ત્યાં પેન્શન મળે તેવી વ્યવસ્થા સરકારે કરી છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય નોધારાનો આધાર ન બને તે માટે રાજય સરકાર કટિબદ્વ છે.
બે દાયકામાં સર્વાંગી વિકાસના કામો આદિવાસી ક્ષેત્રમાં થયા છે. સાગરખેડૂઓને પોતાના વ્યવસાયમાં ઉન્નતિ લાવે, ખેડૂતો માટે યોજના જગતનો તાત પોતે સુખી અને બીજાને સુખી કરે, હર હાથકો કામ હર ખેત કો કામ, કોઇ બેરોજગાર ન હોય એવી વ્યવસ્થાનો વિચાર સરકારે કર્યો છે. મહિલાઓ સ્વાવલંબી એની ચિંતા સરકારે કરી છે.
આદિજાતિ વિકાસ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ કેન્દ્ર-રાજય સરકારે અનેકવિધ વિકાસના કાર્યોની સિદ્વિઅો વર્ણવી હતી. તેમણે જણાવ્યું હતું કે, વનબંધુઓને ૧૩ લાખ એકર કરતાં વધુ જમીન વન અધિકાર હેઠળ આપી છે. છેલ્લા ત્રણ વર્ષમાં આદિવાસી ક્ષેત્રમાં સિંચાઇ માટે ત્રણ વર્ષમાં પાંચ હજાર કરોડના કામો કાર્યરત છે. સરદાર વલ્લભભાઇ પટેલની ભુમિ પર આદિવાસી સમાજ માટે વિકાસના ઘ્વાર ખોલ્યા છે. હળપતિ સમાજના સમોચિત વિકાસ આજે કરોડો રૂપિયની સહાય અપાય છે. રાજય સરકારે સમસ્ત જનસમાજના વિકાસ માટે કાર્યો કરે છે.
કેન્દ્ર-રાજય સરકારની યોજનાકીય વિગતો આપતાં આદિજાતિ વિકાસ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઉજ્જલા યોજના હેઠળ આઠ કરોડ ગેસ કનેકશન, ­ધાનમંત્રી આવાસ યોજના પાંચ લાખ મકાનો, ગરીબોના આરોગ્ય માટે આયુષ્માન ભારત જેવી યોજના લોકો માટે આશીર્વાદરૂપ બની છે. છેવાડાના માનવી સુધી સરકાર પહોંચી છે. ગરીબ કલ્યાણ મેળાઅો દ્વારા ૨૬ હજાર કરોડના સાધન-સહાય આપવમાં આવી છે. એક કરોડ થી વધુ લોકોએ સેવાસેતુ કાર્યક્રમના ભાગીદાર બન્યા છે.
સામાજિક અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું હતું કે, રાજય સરકારે સમાજના અદના એવા હળપતિ સમાજના સર્વાંગી વિકાસ માટે કટિબદ્વ છે. સમોચિત વિકાસ માટે અનેક યોજનાઅો અમલમાં મૂકી છે. લાભાર્થીઅોને લાભ મેળવીને વિકાસના નવા સોપાન સર કરશે. સામાજિક અને આર્થિક ક્ષેત્રે ­ગતિ કરી જીવન સક્ષમ બનાવે તેવી શુભકામના મંત્રીશ્રીએ પાઠવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY