ડાઈંગ પ્રિન્ટિંગ મિલમાં કામ કરતા કારીગરો વચ્ચે મારામારી
સુરત, તા.૧૭
પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ હરીઓમ નગર ખાતે નજીવી બાબતમાં ઝઘડો થતા ઉશ્કેરાઈ જઈ અજાણ્યા ત્રણ ઈસમોએ ડાઈંગપ્રિન્ટિંગનું કામ કરતા એક યુવક સહિત ત્રણ ઈસમો પર ચાકુ વડે હુમલો કરી ફરાર થઈ ગયા હોવાનો બનાવ પોલીસ મથકમાં નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ યુ.પી.ના વતની અને હાલમાં પાંડેસરા હરિઓમ નગર ખાતે રહેતા મુકેશ શર્મા સચીન વિસ્તારમાં આવેલી એક મિલમાં ડાઈંગ પેન્ટિંગનું કામ કરે છે. ગતરોજ રાત્રિના સુમારે પ્રમોદ પપ્પુ નિશાદ સહિત અજાણ્યા ત્રણ ઈસમોએ નજીવી બાબતમાં ઝઘડો કરી મુકેશ શર્માને ઢીક મુક્કીનો માર મારી તથા તેનો ભાઈ સૌરભ, શુભમ અને વિમળ પર ચપ્પુ વડે હુમલો કરી ઈજાઓ પહોîચાડી ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


