સંબંધની મીઠાસ હશે તો સહુકોઈ તમારી સાથે છે : શ્રી પદ્મદર્શન વિજયજી

0
11

પાલમાં જૈન સંઘમાં પૂજ્ય પન્યાસ પદ્મદર્શન વિજયજીનું પ્રવચન
સુરત, તા.૨૯
પાલ સ્થિત શ્રી પરમ જિન ભદ્ર શાંતિ શ્રી શ્વે. મૂ.પૂ. જૈન સંઘ ખાતે પૂજ્ય પંન્યાસ શ્રી પદ્મદર્શનવિજયજી મહારાજે ધર્મસભા સમક્ષ જણાવ્યું હતું કે, જીવનના ક્ષેત્રે ભીનાશ હશે તો દુનિયા તમારી મુઠ્ઠીમાં આવી જશે. પણ જા હૃદયમાં શુષ્કતા હશે તો તમે બધેથી ફેકાઈ જશો. તમે ક્યારે પણ એવું નહીં માનતા કે હું બધાથી છુટો પડી ગયો છું. મારી સાથે કોઈ સારો વ્યવહાર કરતું નથી. તમે કોઈની સાથે જા સેટ ન થઈ શકતા હો તો તમારી સાથે કોણ સેટ થશે ? તમે સહુની સાથે સંબંધની મીઠાસ રાખતા હશો અને વ્યવહાર ક્ષેત્રે સૌજન્યતા બતાવતા હશો તો સહુ તમારી સાથે જ છે. જ્યાં ભક્તિ છે ત્યાં જ ભીનાશ છે.
પ્રભુની સામીપ્ય તેને જ પ્રાપ્ત થાય કે જેના હૈયામાં સદ્ભાવની સરિતા વહેતી હોય. તમારા પરિવારજનો તમારી ગેરહાજરીની નોધ લેતા હોય અને તમને ખૂબ ચાહતા હોય તો સમજ જા કે પ્રભુ તમારાથી ખૂબ પ્રસન્ïન છે. પ્રવૃત્તિના ધર્મથી પ્રભુની પ્રાપ્તિ થતી નથી પણ પરિણતિના ધર્મથી પ્રભુની પ્રાપ્તિ થાય છે. જેમ જેમ રાગ દ્વેષ ઘટતા જાય અને વિષય કત્રાય માંદા પડતા જાય તેમ તેમ મોક્ષ માર્ગની નીકટતા વધતી જાય છે. જેને માનો ખોળો મળ્યો છે અને બાપનો ખભો મળ્યો છે તે અત્યંત નશીબદાર છે. માં પ્રેરણાની પરબ છે. પિતા પ્રેમનું પાવર હાઉસ છે.
અજ્ઞાનતા અને આસક્તિનાં કારણે માનવ જીવનની બરબાદી થાય છે. અજ્ઞાનતા એ જ ગુનો છે. સમજણના ઘરમાં પ્રવેશ નહીં થાય ત્યાં સુધી આત્મવિકાસની કોઈ શક્યતા નથી. આજે માણસ મકાન બનાવી રહ્ના છે પણ એને ઘર બનાવતા આવડતું નથી. મકાન સિમેન્ટ, રેતી અને સળીયાથી બને છે. પણ એમાં જા ભ્રષ્ટાચાર થયો હોય તો ગમે ત્યારે તૂટી પડે છે. ઘર સ્નેહ, સદ્ભાવ અને લાગણીથી બને છે. એમાં જે કચાશ હશે પરિવાર રૂપી માળો ગમે ત્યારે પીખાઈ જશે. માં બાપની મોટી જવાબદારી સંતાનોના જીવન ઘડતરની છે. એમાં જા બેદરકારી રહી તો તમારા સંતાનોનું જવન ખાડામાં જશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY