કડોદરા નગરપાલિકામાં ૨.૧૯ કરોડના ખર્ચે સીસી રોડની કામગીરીનું ખાતમુહૂર્ત

0
32

રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી સીસી રોડનું નિર્માણ
કડોદરા, તા.૨૯
કડોદરા નગરમાં સરકારની ગ્રાન્ટ હેઠળ કડોદરા નગરપાલિકા દ્વારા કડોદરાની વિવિધ સોસાયટીમાં રૂ.૨.૧૯ કરોડના ખર્ચે બનાવાના સીસી રોડ કાર્યનું કેબીનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં નગરસેવકો તેમજ ભાજપના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર કડોદરા નગરમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ હેઠળ નગરપાલિકા દ્વારા કડોદરાની શ્રી નિવાસ, બાલાજી ગ્રીનસીટી, સમ્રાટ સોસાયટી, શાંતિનગર,પ્રિંકાગ્રીન સીટી, લક્ષ્મીનારાયણ ક્રિષ્નાનગર, બાલાજીનગર, અમૃતનગર, કલ્પતરૂ, મહાદેવ નગર, તથા સેજલ હોસ્પિટલથી હળપતિવાસ સુધીના આર.સી.સી. રોડ કુલ ૨.૧૯ કરોડના ખર્ચે બનાવાના છે. જેનું ખાતમુહૂર્ત કેબીનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું છે. તેમજ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત કડોદરા નગરપાલિકા દ્વારા લીલા અને ભુરા રંગની સૂકો અને ભીનો કચરો અલગ કરવા માટે ૩૦ હજાર નંગ કચરા પેટી આપી કાર્યક્રમનો શુબારંભ કરાવ્યો હતો. આ તકે નગરપાલિકાના પ્રમુખ સીમાદેવી ઠાકુર, સંગઠન પ્રમુખ દીપકભાઈ નાયક, કારોબારી અધ્યક્ષ અંકુરભાઈ દેસાઈ સહિત નગરસેવકોïકાર્યકર્તાઓ હાજર રહ્ના હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY