સુરત, તા.૨૯
કરાટે, ડાન્સ તથા અન્ય પ્રવૃત્તિઓ થકી ગુજરાતનું નામ રોશન કરનારા ખેલાડીઓ પેદા કરનાર ધૂમકેતુ ડાન્સ એકેડમી દ્વારા હાલમાં જ ભારતના ૭૦મા ગણતંત્ર દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
ધૂમકેતુ ડાન્સ એકેડમીના વડા સાગર ઠાકરના જણાવ્યા મુજબ સમાજના વિવિધ ક્ષેત્રો જેવા કે રમત ગમત, સાંસ્કૃતિક, સામાજિક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવી નોંધપાત્ર સિદ્ધિ મેળવનારા પોલીસ ખાતાના, ફાયર બ્રિગેડના તેમજ સફાઈ કામદારોનું સન્માન આકર્ષક ભેટ તથા પુષ્પગુચ્છ થકી નાનકડા ભૂલકાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેથી કરીને સમાજના આ પડદા પાછળના કસબીઓની કામગીરીની સમાજના સભ્યોને જાણ થાય. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ મહાનુભાવો તથા આમંત્રિત મહેમાનોએ તાળીઓના ગડગડાટથી કાર્યક્રમને વધાવી લીધો હતો. આયોજક સાગર ઠાકર વિવિધ ક્ષેત્રોમાં ગિનેસ બુક અોફ વર્લ્ડ રેકોડર્સમાં પણ સ્થાન મેળવી ચૂક્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




