ગ્રામસેવા સમાજ ચોર્યાસી ટ્રસ્ટની શાળાઓમાં ગણતંત્ર દિન ઉજવાયો

0
15

સુરત, તા.૩૦
ભેસ્તાન સ્થિત ગ્રામ સેવા સમાજ ચોર્યાસી ટ્રસ્ટ સંચાલિત સર્વોદય તેમજ ભાગ્યોદય વિદ્યાલયના સંયુક્ત નેજા હેઠળ ૭૦માં પ્રજાસત્તાક દિન સમારંભ શહેરના પ્રખ્યાત ડેન્ટલ સર્જન ડૉ. સમીર શાહ સાહેબના પ્રમુખ પદે તેમજ ડેન્ટલ સર્જન ડૉ. અર્પિત શાહ તેમજ યુકો બેંકના માજી મેનેજર રશ્મિકાંતભાઈ શાહનાં અતિથિ વિશેષ પદે યોજાયો હતો. સમારંભના પ્રમુખે પ્રસંગોચિત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથો સાથ વૃક્ષારોપણની પ્રવૃત્તિમાં રસ લઈ પર્યાવરણની સમતુલા જળવાય, દેશનાં સ્વચ્છતા અભિયાનમાં સક્રિય બનવું જોઈએ. દેશના વિકાસના પાયાના પથ્થરો તો આપ જ છો, એવી શીખ આપી હતી. અતિથિ વિશેષ રશ્મિકાંતભાઈએ પણ પ્રસંગોચિત પ્રવચન કર્યુ હતું. વિદ્યાર્થીઅો દ્વારા પ્રસંગોચિત ધારદારï પ્રવચનો થયા હતા. બે કલાકનાં રંગારંગ કાર્યક્રમના અંતે હાજર મેદનીને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY