સુરત, તા.૩૦
જીવન જ્યોત ટ્રસ્ટ, અમરોલી સંચાલિત જે.ઝેડ. શાહ આર્ટ્સ એન્ડ એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજ, અમરોલીમાં ગુજરાત રાજ્ય સંગીત-નાટક એકેડમીનાં સહયોગથી સાંસ્કૃતિક વારસાની જાળવણી યોજનાં હેઠળ પ્રસ્તુત નાટક ‘‘મેં ગંદેવીનો ગલો’’ જેના લેખક સતીષ વ્યાસ અને દિગ્દર્શક સોનલ વૈદ્ય કુલકર્ણી દ્વારા તા.૩-૨-૨૦૧૯ના રવિવારના રોજ બપોરે ૩ થી ૬ વાગ્યા દરમ્યાન ગાંધીસ્મૃતિ ભવન, ટીમલીયાવાડ, નાનપુરા સુરત ખાતે ભજવવામાં આવશે. જેમાં સર્વ યઝદી કરંજીયા, કલેક્ટર ધવલ પટેલ સુરત શહેર, વાઈસ ચાન્સલર, ડૉ.એ.કે. સિંઘ ઓરો યુનિવર્સિટી, સુરત કપિલદેવ શુકલ તથા પંકજ પાઠકજી ઉપસ્થિત રહેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




