શાળાકીય રમતોત્સવમાં ઈશિતા ધામેલિયાએ પાંચ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવ્યો

0
6

અભ્યાસ સાથે રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવી
સુરત, તા.૮

ધામેલિયા ઈશિતા રાજેશકુમારે પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલમાં શાળાકીય રમતોત્સવમાં પાંચ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવ્યો. પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ-અબ્રામામાં ધો-૮મા અભ્યાસ કરતી ઈશિતા રાજેશકુમાર ધામેલિયાએ શાળાકીય રમતોત્સવમાં ૧૦૦મીટર દોડ, ૨૦૦મીટર દોડ, ઝીક ઝેક દોડ, રીલે રમત અને દોરડા ખેંચમાં એમ પાંચ રમતોમાં ગોલ્ડ મેડલ તેમજ સ્વિમિંગમાં સિલ્વર મેડલ સાથે કુલ ૬ મેડલ મેળવ્યા છે. ઈશિતા નેશનલ જિમ્નાસ્ટિક પ્લેયર છે. તે અત્યાર સુધીમાં રાજ્ય કક્ષાએ બે ગોલ્ડ, ચાર સિલ્વર અને સાત બ્રોંઝ મેડલ મેળવી ચૂકી છે. પાંચ નેશનલ કોમ્પિટિશનમાં ગુજરાતનું તેણે પ્રતિનિધિત્વ કર્યું છે. અભ્યાસ સાથે રમતગમત ક્ષેત્રે પણ સિદ્ધિ મેળવવા બદલ શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY